//

હોમગાર્ડ જવાનો સહીત ત્રણ લોકોએ આચર્યું સામુહિક દુષ્કર્મ

બનાસકાંઠાના ડીસામાં ગતમોડી રાત્રે એક હોમગાર્ડ જવાન સહીતના લોકોએ એસ.ટી.બસમાં મુસાફરી કરતી યુવતી સાથે સામુહિક બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે અને ભોગ બનનારી યુવતીએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા તજવીજ શરૂ કરી છે બનાસકાંઠાના ડીસા બસ સ્ટેન્ડમાં અમદાવાદની મુસાફર યુવતી સાથે કેટલાક દુષ્કમીઓએ પોતાનું હેવાનિયત બતાવ્યું હતું.

જેમાં એક હોમગાર્ડ જવાન પણ સામેલ હોવાનું હાલ ભોગ બનનારી યુવતી એ પોલીસ સમક્ષ જણાવ્યું છે ડીસા બસ સ્ટેન્ડમાં બનેલી ઘટનાથી એસ,ટી વિભાગ અને પોલીસ તંત્ર પર ઘટનાના સવાલો ઉઠી રહ્યા છે મોડી રાત્રે બનેલી ઘટનાથી ભોગ બનનાર યુવતીએ હોબાળો કરતા લોકોના ટોળા એકત્રિત થયું અને ગુન્હેગારોને પોલીસ મથકે લઇને પહોંચ્યું હતું હાલતો પોલીસ સમગ્ર ઘટનાને લઇને તપાસનો દોર શરૂ કર્યો છે ભોગ બનનાર યુવતીનું મેડિકલ કરાવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.