//

સગીરાએ છેડતીનો વિરોધ કરવા પર દુષ્ટોએ ઘરમાં ઘુસી ગોળી મારી નિપજાવી હત્યા

ઉત્તરપ્રદેશમાં મહિલાઓની સુરક્ષા માટે યોગી સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. પરંતુ ઉપીના બદમાશોને જાણે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી. આવી જ એક બનેલી ઘટનાની વાત કરીએ તો, ફિરોઝાબાદમાં એક વિદ્યાર્થીનીને 3 શખ્સોએ ઘરમાં ઘૂસી ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ત્રણેય બદમાશો સગીરાની સ્કૂલથી આવતા-જતાં છેડતી કરતા હતા. શુક્રવારની સાંજે જ્યારે વિદ્યાર્થીનીએ શખ્સોની અભદ્રતાનો જવાબ આપ્યો તો મોડી રાતે ઘરમાં ઘૂસીને ત્રણેય બદમાશોએ વિદ્યાર્થીનીની હત્યા કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.

આ ઘટના ફિરોઝાબાદના રસૂલપુર વિસ્તારના પ્રેમ નગરનો છે. અહીં ધોરણ 12ની વિદ્યાર્થીની જ્યારે સ્કૂલથી પરત ઘરે ફરી રહી હતી. ત્યારે રસ્તામાં ઉભેલા ત્રણ શખ્સોએ તેના પર અભદ્ર ટિપ્પણી કરી હતી. વિદ્યાર્થીનીએ હિંમત કરી જ્યારે તેનો જવાબ આપ્યો હતો. પરંતુ તેની હિંમતની કિંમત વિદ્યાર્થીનીને પોતાનો જીવ ગુમાવીને ચુકવવી પડી. ત્રણેય બદમાશો મોડી રાતે તેના ઘરમાં ઘૂસ્યા હતા અને વિદ્યાર્થીનીને ગોળી મારી હતી. જેથી તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

આ ગોળીનો અવાજ સાંભળી પરિવારના લોકો જ્યારે ધાબા પરથી નીચે આવ્યા હતા તો તેમણે વિદ્યાર્થીની મૃત હાલતમાં મળી હતી. જે જોઇને તેમણે તરત પોલીસને ફોન કર્યો હતો. સ્થળ પર પહોંચેલા એસએસપીએ આ મામલે કડક કાર્યવાહી કરવાનો વિશ્વાસ દાખવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ કરી આરોપીની ધરપકડ કરવામાં આવશે અને ન્યાયિક કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ ઉપરાંત સીએસપી ફિરોઝાબાદે જણાવ્યું કે, 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.