/

અમદાવાદના વધુ ત્રણ દર્દીઓ થયા સાજા, રીપોર્ટ નેગેટીવ આવતા અપાઈ રજા

ગુજરાતમાં કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યા વધી રહી છે તે દરમિયાન અમદાવાદની સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી 60 વર્ષના દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેની સાથએ બે દિવસની અંદર ચાર દર્દીઓએ કોરોના પર જીત મેળવી છે. 60 વર્ષની આ દર્દીનો 28 માર્ચના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેથી તેમને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથેજ SVP હોસ્પિટલમાંથી પણ બે દર્દીને રજા આપવામાં આવી છે સિવિલ હોસ્પિટલના 60 વર્ષીય દર્દી અને SVPના બે દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે. બંન્ને દર્દીઓને દસ દિવસથી સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા જો કે સોમવારે રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીઓને રજા આપવામાં આવી છે. SVP હોસ્પિટલમાંથી એક 62 વર્ષીય દર્દી અને એક 65 વર્ષની દર્દીને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જેમ રાજ્યમાં કોરોનીથી સંક્રમિત લોકોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ રાહતના સમાચાર પણ મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.