/////

ફ્રાંસથી 3 રાફેલ જામનગર પહોંચ્યા, એરબેઝ પર લેન્ડિંગનો જુઓ Video

પૂર્વી લદ્દાખમાં ચીન સાથે થયેલા ઘર્ષણ વચ્ચે બુધવારે ફ્રાંસે વધુ ત્રણ રાફેલ વિમાનનો જથ્થો ભારત પહોંચાડ્યો છે. આ અંગે ભારતીય વાયુ સેનાએ સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં વાયુસેનાના જણાવ્યાં અનુસાર, ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ આ વિમાન નૉનસ્ટૉપ ગુજરાતના જામનગર એરબેઝ પર સાડા આઠ કલાકે પહોંચ્યા હતાં.

મહત્વનું છે કે 3 રાફેલના આવવાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં બહુમુલ્ય વધારો થયો છે. જણાવી દઇએ કે આ પહેલા 28 જુલાઈના રોડ 5 રાફેલ વિમાન ભારત ખાતે પહોંચ્યા હતાં. જેને 10 સપ્ટેમ્બરના રોજ અંબાલામાં સત્તાવાર રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કર્યા હતાં. રાફેલ આઠથી દસ કલાક જામનગર એરબેઝ પર રહેશે. આજે ગુરૂવારે ત્રણેય રાફેલ અંબાલા જવા ઉડાન ભરશે. જેમાં ઇંધણ ભરવા માટેનું પ્લેન પણ સાથે છે.

જામનગર એરબેઝ પહોંચેલા 3 લડાકૂ વિમાનોનો બીજો જથ્થો 4 નવેમ્બર, 2020એ ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ સ્ટોપ લીધા વગર સાંજે 8:14 કલાકે ભારત આવી પહોંચ્યાં હતાં. ભારતીય વાયુસેનાએ માહિતી આપી કે, ત્રણ રાફેલ લડાકૂ વિમાનોએ એક ફ્રાંસીસી એરબેઝથી ઉડાન ભરી હતી. જેમાં ઉડાન દરમિયાન વિમાનોમાં 3 વખત ઇંધણ ભર્યું હતું. ફ્રાંસથી સીધા ભારત પહોંચવામાં વિમાનોને 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ લાંબુ અંતર વાયુસેનાની સંચાલન ક્ષમતાનું પ્રદર્શન કરે છે.

જણાવી દઇએ કે 5 રાફેલ વિમાનોની પહેલો જથ્થો 29 જુલાઈએ ભારત પહોંચ્યોં હતો. અંદાજિત 4 વર્ષ પહેલા ભારતે ફ્રાંસ સરકાર સાથે 36 રાફેલ વિમાનોની ખરીદી માટે 59,000 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. ત્યારબાદ ત્રણ રાફેલ વિમાન જાન્યુઆરીમાં, ત્રણ વિમાન માર્ચમાં અને વધુ 7 રાફેલ વિમાન એપ્રિલમાં ભારતને મળશે.

Leave a Reply

Your email address will not be published.