////

મહેસાણાના પાંચોટ ગામે કુતરાને બચાવવા જતા કાર તળાવમાં ખાબકી, 3 શિક્ષકોના મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે મહેસાણા તાલુકાના પાંચોટ ખાતે તળાળમાં એક કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં કારમાં સવાર 3 શિક્ષકોના મોત નિપજ્યાં છે.

મળતી માહિતી મુજબ, મહેસાણાથી ત્રણ શિક્ષકો કારમાં નોકરી પર જવા નીકળ્યા હતાં. તે દરમિયાન વહેલી સવારે ચાણસ્મા રોડ પર આવેલા પાંચોટ નજીક એક કૂતરુ રસ્તા પર વચ્ચે આવ્યું હતું. જેથી કૂતરાને બચાવવા જતાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર નજીકમાં આવેલા તળાવમાં ખાબકી હતી. જેના પરિણામે કારમાં સવાર ત્રણ એક મહિલા અને બે પુરુષોના મોત નિપજ્યાં હતાં.

આ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને આ ઘટના અંગેની જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે શિક્ષકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. હાલ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.