///

અમદાવાદમાં કરફ્યૂના પગલે ઠેર-ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચકતા કોરોના કેસમાં વધારો નોંધાયો છે. ત્યારે કોરોનાના વધતા કહેરને પગલે અમદાવાદ સહિત સુરત, રાજકોટ તેમજ વડોદરા જેવા મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ શરૂ થઈ ગયો છે.

અમદાવાદમાં કરફ્યૂ લાદવામાં આવતો શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા છે. સાથે જ શહેરમાં ચારે બાજુ સન્નાટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કરફ્યૂના પગલે ઠેર-ઠેર પોલીસના જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના રસ્તા પર ગણ્યાંગાઠ્યા વાહનોની અવર જવર જોવા મળી રહી છે. આ ઉપરાંત શહેરમાં પોલીસ તમામ વાહનોની ચેકિંગ કરી રહી છે. કરફ્યૂના પગલે અમદાવાદીઓએ પણ જાતે જ ઘરની બહાર નીકળવાનું ટાળ્યુ છે. સાથે જ અમદાવાદના અનેક વિસ્તારમાં કરફ્યૂમાં બહાર ફરતા લોકો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અમદાવાદમાં આવેલા જુહાપુરામાં જાહેર રોડ પર કરફ્યૂ અમલ થયા હોવા છતાં રોડ પર ફરતા શખ્લને વેજલપુર પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.