///

farmers protest : રાકેશ ટિકૈતની જાહેરાત, દિલ્હી-નોઇડા બોર્ડર બંધ કરવાની તૈયારી

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન એકવાર ફરી ઉગ્ર થવાની સંભાવના છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત એ આજે મંગળવારે તેના સંકેત આપ્યા છે. તેમણે કહ્યુ કે, પ્રદર્શનકારી ખેડૂત જલ્દી દિલ્હી-નાઇડા બોર્ડરને બ્લોક કરશે. પરંતુ ખેડૂતોની સમિતિએ અત્યાર સુધી તારીખોનો નિર્ણય લીધો નથી. આ પહેલા પણ ખેડૂત નેતાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી કે જલ્દી લાખો કિસાન એકવાર ફરી ટ્રેક્ટરની સાથે દિલ્હી તરફ કુચ કરશે.

ટિકૈતે મંગળવારે મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યુ કે, હા અમે દિલ્હી-નાઇડાની બોર્ડર બ્લોક કરીશું. કમિટીએ તે માટે હજુ તારીખ નક્કી કરી નથી. આ પહેલા શનિવારે સંયુક્ત કિસાન મોર્ચા તરફથી નંદીગ્રામમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બીકેયૂ નેતા રાકેશ ટિકૈતે લોકોને ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે કિસાન મોર્ચા રાજનીતિ નહીં માત્ર ભાજપનો વિરોધ કરી રહી છે.

બીકેયૂ નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, દિલ્હીની ચારે તરફ અને પાંચ લાખથી વધુ ખેડૂત 110 દિવસથી બેઠા છે. કેન્દ્રની ભાજપ સરકાર પાંચ લાખથી વધુ લોકોથી ડરી રહી નથી, જે ચારે તરફ બેઠા છે તો તમારી સાથે સરકાર શું ખેલ કરશે? પશ્ચિમ બંગાળથી પરત ફરી ટિકૈતે મધ્યપ્રદેશના રીવામાં ખેડૂતોને સંબોધિત કરતા કહ્યુ કે, જો સરકાર બિલ પરત લેતી નથી તો ખેડૂતો તરફથી વિકરાળ આંદોલન કરવામાં આવશે.

બંગાળમાં મહાપંચાયત કરવા પહોંચેલા ટિકૈત પર ટીએમસીનું સમર્થન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. પરંતુ ટિકૈતે આરોપ નકારી દીધો અને કહ્યુ કે, તે ભાજપને હરાવી શકે અમે તેનું સમર્થન કરીશું. તેમણે આરોપ લગાવતા કહ્યુ કે, કેન્દ્ર સરકાર ભાજપની નથી, મોદીની સરકાર છે. પ્રધાનમંત્રી કોઈ પક્ષના હોત તો ખેડૂત સાથે જરૂર વાત કરેત. તેમણે કહ્યું કે, આ સરકાર કોઈ પક્ષ નહીં, કંપનીઓ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.