મેધાણીનગર વિસ્તારમાં આરોપીઓને છુટો દોર મળી ગયો હોય તેમ બેફામ બન્યા છે. મેધાણીનગરમાં ગુનાખોરીને ડામવા પોલીસ નિષ્ફળ સાબિત થઇ હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે મેઘાણીનગર પોલીસે પકડેલા એક આરોપીએ પકડાયા બાદ પોલીસ્ટેશનના લોકઅપને જ સોશિયલ મિડીયાનો અડ્ડો બનાવી દીધો. જી હા આ આરોપીએ ટિકટોક વિડીયો બનાવતા જ વિડીયો વાયરલ થઇ ગયો. અને બાદમાં પોલીસ દોડતી થઇ. પોલીસે આખરે ગુનો નોંધી આરોપીના સાથી મિત્રોની ધરપકડ કરી.
મેઘાણીનગર પોલીસ દ્વારા 8મી માર્ચે કરણ ઉર્ફે તોતલા નામના આરોપીને 132 બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડયો હતો. આ દરમિયાન કાર્યવાહી કરીને પોલીસે તેને લોકઅમાં રાખ્યો હતો. ત્યારે તેને તેના ચાર મિત્રો મળવા આવ્યા હતા. ત્યારે જ તેણે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો હતો. નાયક નહિ ખલનાયક હું મેં આ ગીત પર ઝૂમતા હોય એવો વીડિયો મુકતા પોલીસે તપાસ કરણ અને તેને મળવા આવેલા ચાર મિત્રો સામે આઇટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો. જેમા મેધાણીનગર પોલીસે બુટલેગરના મિત્રોની ધરપકડ કરીને કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ગિરફતમાં રહેલ કુલદીપ ઉર્ફે ચીનો કઠેરિયા,ભરત ઉર્ફે દત્તો માલી,ભાવેશ માલી અને મયુર ખટીક નામના આ ચારેય આરોપીઓ બુટલેગર કરણ ઉર્ફે તોતલાના મિત્રો છે. તેઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ તપાસ સામે આવ્યુ છે કે બુટલેગર કરણ ઉર્ફે તોતોના મિત્રો પોલીસ સ્ટેશન મળવા આવ્યા ત્યારે આરોપી ભરત માલીએ તેનો મોબાઇલ બુટલેગર કરણ ઉર્ફે તોતલા લોકઅપમાં આપ્યો હતો..ત્યાર બાદ આરોપી કરણ ઉર્ફે તોતલા લોકઅપની અંદરથી નાયક નહિ ખલનાયક હું મેં આ ગીત પર ટીક્ટોક વિડ્યો બનાવ્યો. અને તે પણ પીએસઓની સામે જ. જેથી હવે તે વખતે જે પોલીસ કર્મી ફરજ પર હતા તેની સામે કાર્યવાહી પણ કરાશે.
થોડા સમય પહેલા મેઘાણીનગરમાં અસામાજીક તત્વોએ 20થી વાહનોમાં તોડફોડ કરી લોકોને હથિયારથી માર માર્યા હતા અને બાદમાં ભાગી ગયા હતા. ત્યારે પણ નામચીન કુખ્યાત રીન્કું નામના શખ્સે ટીકટોક વિડીયો બનાવ્યો હતો અને પોતાને મેઘાણીનગરના નવા ડોન ગણાવ્યા હતા. વધુ એક કેસના આરોપીએ પણ ટિકટોક વિડીયો બનાવતા અસામાજીક તત્વોને પોલીસનો ડર નથી રહ્યો અને બિન્દાસ્ત પોલીસની હાજરીમાં સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી ફેમસ થઇ રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે બીજી બાજુ મેધાણીનગર પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.