/

TikTokનું ભૂત ગુજરાતમાં પણ જુઓ વિચલિત કરનારી તસ્વીરો

આજકાલની યુવાપેઢીને શોશિયલ મીડિયાનું વળગણ લાગ્યુ છે. એમાં પસ ખાસ કરીને ટિકટોકમાં વીડિયો બનાવવાનો ટ્રેન્ડ વધતો જાય છે. પોલીસકર્મીઓ થી માંડીને રાજનેતાઓ તેમજ વૃદ્વ લોકો પણ ટિકટોકમાં વીડિયો બનાવવાને રવાડે ચઢયા છે તો પછી યુવાપેઢી કેમ ટિકટોકમાં વીડિયો બનાવવા માટે બાકી રહી જાય. ટિકટોકનું વળગણ દિવસેને દિવસે ભયાનક સ્વરુપ લઇ રહ્યુ છે. જેનાં કિસ્સો રોજ-બરોજ વધતા જાય છે. આવો જ એક કિસ્સો ગોધરાનાં યુવાનનો બહાર આવ્યો છે.

ગોધરાનાં કાલોલ તાલુકાનાં સુરેલી વાટા ગામનાં બે યુવાનોના ટિકટોકનો વીડિયો શોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બે યુવકોએ તેમના ટિકટોક એકાઉન્ટનાં ફોલોવર્સ વધારવા માટે વિચિત્ર હરકત કરી છે. જેમાં હાથ પર બ્લેડો મારીને પોતાની જાતને પોતે જ નુકશાન કરીને ટિકટોકનો વીડિયો બનાવ્યો છે. આ યુવાનોએ પોતાનાં શરીર પર બ્લેડનાં ધા માર્યા હતાં. પોતાનાં હાથ પર પતરી વડે ઇજાઓ કરી હતી. આવો આખો વીડિયો ઉતારીને ગુજરાતી ગીત
છોડયો સાથ તે મારોનાં બ્રેકગ્રાઉન્ડ રાખવામામાં આવ્યુ છે.

દિન પ્રતિદિન ટિકટોકનું ઘેલુ વધતું જાય છે. જે એક ચિંતાનો વિષય બની ગયો છે. યુવા પેઢીથી માંડી વૃદ્વાઓ ટિકટોક પર વીડિયો બનાવવા હદ પાર કરે છે. તેમજ ધીમે-ધીમે ખોટા દેખાડાઓ કરવા માટે પોતાની જાતને પણ નુકશાન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.