//

સમય ચક્ર- જીવલેણ કોરોનાથી બચવા લોકો આભડછેટ રાખે છે, પરંતુ દલિતો તો વર્ષોથી સહન કરે છે!

કોરોનાની મહામારીને લઈને હાલ દેશમાં 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે બીજી બાજુ કોરોનો સાથેની જંગ જીતવા માટે ડોકટર, પોલીસ અને સફાઈ કર્મચારીઓ સહિતના અન્ય કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે.. કોરોનાને લીધો હોમ કોરન્ટાઈન કરાયેલા લોકો સાથે જે રીતે લોકો આભડછેટ રાખે છે તેના લીધો તેમના પરિવારજનોને માનસિક આઘાત પહોંચે છે માત્ર 14 દિવસના હોમ કોરન્ટાઈન અને ત્યારબાદ પણ લોકોને આભડછેટનો સામનો કરવો પડે છે તો જે દલિતો વર્ષોથી આભડછેટની પીડા સાથે જીવી રહ્યા છે તેમનું દર્દ શું હશે? સામાન્ય લોકોને આ પીડામાંથી ઝડપથી છુટકારો મળે તે માટે સફાઈ કામમાં જોડાયેલા દલીતો તેમની ફરજ અદા કરી રહ્યા છે. દલીતોના મનમાં પણ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે કોરોના જીવલેણ છે તો તેના દર્દીથી આભડછેટ રાખવામાં આવે તે જરૂરી છે પણ દલિતો ક્યાં જીવલેણ છે? તો તેમની સાથે વર્ષોથી આભડછેટ કેમ? કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિ કોરોનાથી સંક્રમિત હોય તેનાથી લોકો દૂરી બનાવી રાખે છે એટલું જ નહીં એની પાસે જવાથી પણ ગભરાય છે ત્યારે તે વ્યક્તિને હતાશાનો અહેસાસ થાય છે તો આપણે સમજી શકીએ કે દલિતો તો છેલ્લા અનેક વર્ષોથી આઘાત અને હતાશા અને આભડછેટનો ભોગ બની રહ્યા છે કોરોના વાયરસના કહેર સામે દલીત સફાઈ કર્મીઓ પોતાની ફરજ ખૂબજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. માત્ર એખ આઈકાર્ડના સહારે તેઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે.. કહેવાય છે કે સમયચક્ર સદા સરખો નથી રહેતો આ પરિસ્થિતિમાં આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ

Leave a Reply

Your email address will not be published.