
કોરોનાસૂર દેશના અર્થતંત્રને ભરખી ગયો છે ત્યારે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા દેશના અર્થતંત્રને વેગ આપવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.. તો આ પ્રયાસો દરમિયાન રિઝર્વ બેંકે પણ રાહતના દરવાજા ખોલી દીધા છે.. રિઝર્વ બેંકે EMI પર 3 મહિનાની છૂટ આપી દીધી છે સાથેજ આરબીઆઈએ રેપો રેટના બેસિસ પોઈન્ટમાં પણ ઘટાડો કર્યો છે.. તો રિઝર્વ બેંકે રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેંકોમાં લોન EMI આપતા લોકો માટે 3 મહિના સુધીની રાહત આપવાની સલાહ આપવામાં આવી છે જેથી દરેક બેંકને નિર્ણય લેવો પડશે કે તેઓ સામાન્ય નાગરિકોને EMI પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે કે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો રેપો ઘટાડવાનો નિર્ણય ઐતિહાસિક છે અને આ કપાત આરબીઆઈના ઈતિહાસમાં સૌથી મોટો છે સાથેજ રેપો રેટમાં ઘટાડો થતા કોરોડો લોકોને ફાયદો થાય તેવી અપેક્ષા પણ છે.જો કે હવે નવી લોન લેનારા ગ્રાહકોને પણ ફાયદો થશે.. ઉલ્લેખનીય છે કે છેલ્લી બે નાણાંકીય બેઠક દરમિયાન આરબીઆઈએ રેપો રેટ અંગે કોઈ નિર્ણય લીધોન હતો પરંતુ હવે આરબીઆઈએ રિવર્સ રેપો રેટ પણ 90 બેસિસ પોઈન્ટ ઘટાડીને 4 ટકા કર્યો છે.. તો આરબીઆઈના ગવર્નરે લોકોને ડિઝિટલ બેંન્કિંગ વિશે પણ સલાહ આપતા કહ્યું હતું કે- બેન્કિંગ સિસ્ટમ સલામત અને મજબૂત છે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી નાણાંમંત્રાલયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પત્ર દ્વ્રારા ગ્રાહકોને રાહત આપવા અપીલ કરી હતી.. તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને અન્ય ધારાસભ્યો દ્વ્રારા પીએમ મોદીને પત્ર લખી લોકોની ઈએમઆઈ અને લોનની ચુકવણી અંગે કોરોનાને ધ્યાનમાં રાખી છ મહિના માટે મોકૂફ રાખવાની માંગ પણ કરાઈ હતી…