///

ફટાકડા ફોડવાના કે નહીં : આજે ગુજરાત સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

હજુ સુધી દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે હાલમાં રાજ્યમાં આગામી પર્વ દિવાળીને લઈને બજારમાં સારી એવી ચહલપહલ જોવા મળી રહી છે. ત્યારે તહેવારોની સીઝન વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાંક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે NGTની નોટીસ બાદ ગુજરાતમાં રાજ્ય સરકાર પણ હરકતમાં જોવા મળી છે. આ વચ્ચે આજે રાજ્ય સરકાર દ્વારા ફટાકડા ફોડવા કે નહીં તે મુદ્દે નિર્ણય લેવામાં આવશે.

હાલમાં ગુજરાતમાં હજુ પણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. ત્યારે NGTની નોટિસ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. જેમાં ફટાકડા ફોડવાથી પ્રદૂષણમાં વધારો થશે. જેને લઇને ડોકટર્સોના મત મુજબ પ્રદુષણથી કોરોના સંક્રમણમાં પણ વધારો નોંધાઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફટાકડા ફોડવા મુદ્દે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર ફટાકડા મુદ્દે મોટો નિર્ણય લે તેવી શક્યતા છે.

આપને જણાવી દઈએ કે, દિલ્હી સહિત કેટલાંક રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.