///

તમારી ગાડીની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

આજે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને રાહતના સમાચાર આવ્યા છે. જેમાં સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના કિંમતોની અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ જોવા મળી રહી છે. ગત એક મહિનાથી ઓઇલની માંગમાં સુસ્તી જોવા મળી રહી છે. જેના કારણે કિંમતોમાં પણ વધારો થઈ રહ્યો નથી .

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલનો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે. તો બીજી બાજુ મુંબઈમાં પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલમાં 76.86 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ કોલકાતામાં પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલમાં 73.99 રૂપિયા પ્રતિ લીટર છે. ઉપરાંત ચેન્નઈમાં પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલમાં 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

આ ઉપરાંત વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.