/////

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : શા માટે 8 માર્ચે ‘વુમન્સ ડે’ની કરવામાં આવે છે ઉજવણી ?

આજે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને મનાવાય છે. આ દિવસે સંપૂર્ણ વિશ્વની મહિલાઓ દેશ, જાત-પાત, ભાષા, રાજકીય અને સાંસ્કૃતિક ભેદભાવને ભૂલીને સાથે મળીને તેને મનાવે છે.

ભારતમાં આ અગાઉ મહિલાઓ પોતાના હક માટે ઓછુ બોલતી હતી, ત્યારે આજે 21મી સદીની સ્ત્રીએ પોતાની શક્તિને ઓળખી લીધી છે અને ઘણી હદ સુધી પોતાના અધિકારો માટે લડવાનું શીખી ગઈ છે. જેમાં આજની મહિલાઓએ સાબિત કરી દીધુ છે કે, તે દરેક ક્ષેત્રમાં પોતાનું નામ બનાવવામાં સક્ષમ છે.

આ દિવસ ઉજવવા પાછળ જુદાં-જુદાં ક્ષેત્રોમાં સક્રિય મહિલાઓ પ્રત્યે સન્માન પ્રકટ કરવાનો દિવસ છે. આ દિવસે પ્રસંશનીય કાર્ય કરનારી મહિલાઓને સન્માન આપવામાં આવે છે અને તેના યોગદાનની ચર્ચા પણ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર આ દિવસની જોર-શોરથી ઉજવણી કરે છે. સમગ્ર દુનિયામાં એક પર્વ તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે અવાર નવાર પૂછવામાં આવે છે કે, કેમ 8 માર્ચે મહિલા દિવસ મનાવવામાં આવે છે? ત્યારે વર્ષ 1917માં યુદ્ધ દરમિયાન રશિયાની મહિલાઓએ ‘બ્રેડ એન્ડ પીસ’ (ભોજન અને શાંતિ)ની માંગ કરી હતી. મહિલાઓની હડતાળે ત્યાંના સમ્રાટ નિકોલસને પદ છોડવા માટે મજબૂર કરી દીધાં અને છેલ્લે સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપી દીધો.

આ સમયે રશિયામાં જૂલિયન કેલેન્ડરનો પ્રયોગ થતો હતો. જે દિવસે મહિલાઓએ આ હડતાલ શરૂ કરી હતી, તે તારીખ 23 ફેબ્રુઆરી હતી. ગ્રેગેરિયન કેલેન્ડરમાં આ દિવસ 8 માર્ચ હતો અને ત્યાર બાદથી જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચનાં રોજ ઉજવવામાં આવવા લાગ્યો. અનેક દેશોમાં આ દિવસે મહિલાઓનાં સમ્માનમાં રજા આપવામાં આવે છે અને કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

રશિયા અને બીજા અનેક દેશોમાં આ દિવસની નજીકનાં દિવસોમાં ફૂલોની કિંમત ખૂબ વધી જાય છે. આ દરમિયાન મહિલા અને પુરૂષ એકબીજાને ફૂલ આપે છે. ચીનમાં વધારે ઓફિસમાં મહિલાઓને અડધા દિવસની રજા આપવામાં આવે છે. તો બીજી બાજુ અમેરિકામાં માર્ચનો મહિનો ‘વિમેન્સ હિસ્ટ્રી મંથ’ તરીકે ઉજવવામાં આવે છે.

ભારતમાં લાંબા સમયથી 8 માર્ચની જગ્યાએ 10 માર્ચનાં રોજ ભારતીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. એની પાછળનું ખાસ કારણ એ છે કે, આ દિવસે 19મી સદીમાં સ્ત્રીઓનાં અધિકારો, અશિક્ષા, છૂતઅછૂત, સતીપ્રથા, બાળવિવાહ અથવા વિધવા વિવાહ જેવા કુરિવાજો પર અવાજ ઉઠાવનારી દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેનો સ્મૃતિ દિવસ હોય છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ થીમ સાથે મનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે મહિલા દિવસની થીમ છે, વુમેન ઈન લીડરશિપ: અચિવિંગ એન ઈક્વલ ફ્યૂચર ઈન એ કોવિડ-19 વર્લ્ડ અર્થાતની થીમ પર મનાવાઈ રહ્યો છે. આ વર્ષથી થીમ કોરોના મહામારી દરમિયાન સ્વાસ્થ્ય કર્મચારીઓ, નર્સો, શ્રમિકો, ઈનોવેટર વગેરેના રૂપમાં વિશ્વભરમાં યુવતી અને મહિલાઓના યોગદાનને યાદ કરતાં તેમને પ્રોત્સાહન તરીકે રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.