//

આજે ગુરૂનાનકની 551મી જન્મજયંતિ, મુખ્યપ્રધાને ટ્વિટ કરી આપી શુભેચ્છા

આજે સોમવારે ગુરૂનાનકની 551મી જન્મજયંતિ છે. આજે સોમવારે શીખ સમુદાયના ગુરૂદ્વારામાં ઉત્સવનો પર્વ છે. શહેરના ગુરૂદ્વારામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભક્તો દર્શન કરવા માટે ગુરૂદ્વારા પહોંચી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય રહે તે માટે ગાઇલાઇન અનુસાર ગુરૂદ્વારામાં ખાસ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

ગુરૂનાનકની 551મી જન્મજયંતિ નિમિતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, ગુરૂનાનકે આપણને ત્રણ નિયમોનો ઉપદેશ આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે ગુરૂનાનકની જન્મજયંતિ દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ગુરૂદ્વારામાં દર વર્ષે લંગર લગાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઇને લંગર બંધ છે. તો શોભાયાત્રા કે પ્રભાત ફેરી જેવા કાર્યક્રમોનું પણ આયોજન આ વર્ષે કરવામાં આવ્યું નથી. ગુરૂદ્વારામાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.