/

Happy B’Day : લાલકૃષ્ણ અડવાણી 93ના થયા, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

????????????????????????????????????

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે રવિવારે જન્મ દિવસ છે. આજે રવિવારે વરિષ્ઠ નેતા 93 વર્ષના થયા છે. તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ કરાચીમાં એક સિંધી પરિવારમાં થયો હતો.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, લોકો સુધી પહોંચવાની સાથે દેશના વિકાસમાં મહત્તવની ભૂમિકા ભજવનારા પૂંજનીય શ્રી લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા. તેઓ પાર્ટીના કાર્યકર્તાઓ તથા દેશવાસીઓ માટે પ્રેરણા રૂપ છે. હું તેમના લાંબા જીવન અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરુ છું.

ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સાતમાં નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927 ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક હિન્દુ સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગ સાહસિક હતાં.

લાલકૃષ્ણ અડવાણીએ પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઇસ્કૂલમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેઓએ હૈદરાબાદ સિંઘના ડીજી નેશનલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઇ સ્થાયી થયો હતો. અહીં તેઓએ બોમ્બે યુનિવર્સિટીની લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમની પત્નીનું નામ કમલા અડવાણી છે. તેઓને બે સંતાન છે જેમાં પુત્ર જયંત અડવાણી અને પુત્રી પ્રતિભા અડવાણી.

મહત્વનું છે કે વડાપ્રધાન મોદી લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામના પાઠવવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.