///

64મી પુણ્યતિથિ નિમિતે ડો.ભીમરાવ આંબેડકરને વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ભારતીય સંવિધાનના પિતા, મહાન સમાજ સુધારક અને વિદ્વાન ડો.ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ દર વર્ષે 6 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તેઓએ 6 ડિસેમ્બર 1956ના રોજ અંતિમ શ્વાસ લીધા હતાં. જેને બાબાસાહેબ આંબેડકર પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

બાબાસાહેબ નામથી દરેક વ્યકિત પરીચીત. ડો.આંબેડકરે પોતાનું જીવન સમાજના ગરીબ, દલિતો અને પછાત લોકોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. તેઓએ અસ્પૃશ્યતા, જાતિવાદ અને ભેદભાવને નાબૂદ કરવા માટે અનેક આંદોલનો પણ ચલાવ્યા હતાં. તે તેઓના સમયના રાજકારણી હતાં, જે સામાજિક કાર્યમાં ખૂબ વ્યસ્ત હતાં, પરંતુ તે વાંચવા અને લખવામાં સમય કાઢી લેતા હતાં જે તેમનું આજે પણ જમા પાસુ છે તેમ કહી શકાય. ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર એક મહાન રાજનેતા હતાં, તેઓના વિચારો પણ એટલા જ મહાન હતાં. જીવન જીવવાની કળા તેના મહાન વિચારોમાં છુપાયેલી હતી, જેમાંથી આપણે બધા પ્રેરણા લઈ શકીએ છીએ.

આજે મહાપરિનિર્વાણ દિવસ નીમીતે બાબા સાહેબ આંબેડકરને વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું છે કે મહાપરિનિર્વાણ દિવસ પર મહાન ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ. તેઓના વિચારો અને આદર્શો આજે પણ લાખો લોકોને શક્તિ આપતા રહે છે. બાબાસાહેબે આપણા રાષ્ટ્ર માટે લીધેલા સપનાને પરિપુર્ણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

બીજી તરફ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હતુ કે ભાવિ અને સર્વગ્રાહી બંધારણ આપીને દેશમાં પ્રગતિ, સમૃદ્ધિ અને સમાનતાનો માર્ગ મોકળો કરનારા બાબાસાહેબને મહાપરિનિર્વાણ દિવસ નિમિતે કોટી કોટી વંદન. બાબાસાહેબના પગલે ચાલીને મોદી સરકાર દાયકાઓથી વિકાસથી વંચિત વર્ગના કલ્યાણ માટે સમર્પણ સાથે કામ કરી રહી છે.

ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્ય પ્રદેશના નાના ગામ મહૂમાં થયો હતો. તેનો જન્મ મહાર કુટુંબમાં થયો હતો, તેથી લોકો તેઓને અછૂત અને નિચલી જાતિના માનતા હતાં. અછૂત હોવાને કારણે, તેઓએ તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે ડો.બાબાસાહેબ આંબેડકરની 64મી પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે, જેને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે ડો.બાબાસાહેબ આંબેડકરના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઇ હતું. તે તેના માતાપિતાનું 14મું સંતાન હતાં. બાબાસાહેબ આંબેડકર નાનપણથી ખૂબ જ પ્રતિભાશાળી હતા, તેમ છતાં પણ તે નિચલી જાતિના હોવાના પગલે તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતાએ સ્કૂલમાં તેઓની સરનેમ સકપાલની જગ્યાએ આંબેડકર લખાવી હતી. એવું કહેવામાં આવે છે કે બ્રાહ્મણ શિક્ષક કૃષ્ણ મહાદેવ આંબેડકરને બાબાસાહેબ પ્રત્યે વિશેષ લગાવ હતો, આ લગાવને લીધે તેઓએ તેના નામથી આંબેવાડેકરને દૂર કરીને તેમની સરનેમ તેમની સાથે જોડી દીધી, આ રીતે ડો.બાબસાહેબની સરનેમ આંબેડકર થઇ હતી.

શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી હતી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું હતું. આ વચ્ચે તેઓએ અભ્યાસમાં પણ ઉચ્ચ ડીગ્રીઓ મેળવી હતી. એક સમયે બાબાસાહેબ પ્રોફેસર તરીકે પણ જોડાયા હતાં. તેઓ કાયદાના અભ્યાસમાં પણ પારંગત હતાં.

read also

Leave a Reply

Your email address will not be published.