///

Farmers Protest: ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ

દિલ્હીમાં નવા કૃષિ કાયદાના વિરોધ થઈ રહેલા ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ છે. સોમવારે ભૂખ હડતાળ કર્યા બાદ હવે ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે, તેઓ ખેડૂત કાયદા રદ કરાવ્યા વગર ધરણા સ્થળોથી હટશે નહીં. ખેડૂતો આજે બેઠક કરીને આંદોલનની આગળની રણનીતિ તૈયાર કરશે.

આ અંગે કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકારની નીતિ અને દાનત બંને સ્પષ્ટ છે. જો ખેડૂતો તરફથી વાતચીતનો કોઈ પ્રસ્તાવ આવશે તો સરકાર તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તો રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે. આથી સરકાર આ કાયદાને કોઈ પણ સંજોગોમાં પાછા ખેંચશે નહીં.

તો બીજી બાજુ ખેડૂતોની ભૂખ હડતાળના કારણે હજારો લોકોએ સોમવારે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી દિલ્હી ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા. તેમના સમર્થનમાં દિલ્હી મેરઠ હાઈવે ઉપર પણ ખેડૂતો ધરણા પર બેસી ગયા હતા. ટ્રાફિક જામ થઈ ગયો. આ તમામ વચ્ચે ખેડૂતોએ દેશભરમાં જિલ્લા મુખ્યાલયોમાં ધરણા કરીને નવા કાયદાનો વિરોધ પણ કર્યો.

Leave a Reply

Your email address will not be published.