///

Farmer Protest: આજે ખેડૂત આંદોલનનો 28મો દિવસ, જાણો શું છે સ્થિતિ

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરાધમાં ખેડૂતોનું આજે સતત 28માં દિવસે આંદોલન યથાત છે, પરંતુ હજુ સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઇ વાત બની નથી. સરકાર પોતાના નિર્ણય પર અડગ છે તો ખેડૂત ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. સરકારે ફરી એક વખત વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે જેની પર ખેડૂતો વિચાર કરી રહ્યા છે, જેની માટે ખેડૂતોએ પાંચ સભ્યોની એક કમિટી બનાવી છે.

આજે કિસાન દિવસ પર કોંગ્રેસનું કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન શરૂ થઇ ગયું છે. જેમાં થાળી પીટીને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યુ છે. આ પ્રદર્શનને જોતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે. ખેડૂતોના સમર્થનમાં AAPના કાર્યકર્તા પ્રદર્શન કરી રહ્યા છે. આ કારણે દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. જેના અનુસાર સફદરગંજ મદ્રાસ રોડને બંધ કરી દેવામાં આવ્યો છે. આ રૂટ 3-4 કલાક સુધી બંધ રહેશે.

આ ઉપરાંત સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવા TMC સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પહોચ્યું છે. જેમાં પ્રતિનિધિમંડળમાં ડેરેક ઓ બ્રાયન, શતાબ્દી રોય, પ્રસૂન બેનર્જી, પ્રતિમા મંડલ અને મોહમ્મદ નદીમુલ હક સામેલ છે. તૃણમૂલ સાંસદોનું કહેવુ છે કે, અમે મુખ્યપ્રધાન મમતા બેનરજીના આદેશ પર ખેડૂતોના સમર્થનમાં અહી આવ્યા છીએ. તો ખેડૂતોના આંદોલન વચ્ચે BJPએ નવા કૃષિ કાયદાના સમર્થનમાં પોતાનું અભિયાન ઝડપી બનાવ્યુ છે. ઉત્તર પ્રદેશમાં 26 અને 27 ડિસેમ્બરે BJPના કાર્યકર્તા ઘરે ઘરે જશે અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરનો પત્ર બતાવી ખેડૂતોના હિતમાં કરેલા કામોને ગણાવશે.

ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન કરતા ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, આજે કિસાન નેતા ચૌધરી ચરણ સિંહની જયંતી છે. જેને કિસાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. કૃષિ કાયદાને લઇને ચાલી રહેલી વાતચીતથી જ સુલજાશે. જો સરકાર ઇચ્છે છે તો અમે વાતચીત માટે તૈયાર છીએ.

Leave a Reply

Your email address will not be published.