////

વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પ્રસારનો આજે છેલ્લો દિવસ

રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ સહિત આઠ વિધાનસભામાં બેઠકની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે, ત્યારે તેના પ્રચાર પ્રસાર આજે સાંજથી શાંત થશે.

વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યાં છે. જેનો આજે છેલ્લો દિવસ છે. કારણ કે સાંજે 6 કલાકે પ્રચાર પૂર્ણ થયા બાદ માત્ર ડોર ટુ ડોર જ સંપર્ક થઇ શકશે.

મહત્વનું છે કે 3 નવેમ્બર એટલે કે મંગળવારે મોરબી, ધારી, લીંબડી, ગઢડા, અબડાસા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક માટે મતદાન થશે. જેની 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. આ તમામ બેઠક પર કુલ 81 ઉમેદવાર વચ્ચે જંગ છે.

Leave a Reply

Your email address will not be published.