આજે રવિવારે ગૃહપ્રધાન અમિત શાહના બંગાળ પ્રવાસનો બીજો દિવસ છે. ગઈકાલના પ્રવાસ બાદ આજે રવિવારે તેઓ બોલપુરમાં રોડ શો યોજશે અને સાથે બીરભૂમમાં લોકગાયકના ઘરે ભોજન લેશે. શાંતિ નિકેતન, ત્યારબાદ વિશ્વ ભારતી વિધ્યાલયની મુલાકાત લેશે અને 11.30 કલાકે પત્રકાર પરિષદ યોજશે. આ ઉપરાંત 12 કલાકે બાંગ્લાદેશ ભવનમાં સભાને સંબોધિત કરશે. ત્યારબાદ સાંજે ફરી એક પત્રકાર પરિષદ કર્યા બાદ દિલ્હી રવાના થશે.
આ તકે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બીરભૂમના શ્યામબતી પારુલદંગામાં બપોરે 12.50 મિનિટે બાઉલ ગાયક પરિવારની સાથે ભોજન કરશે. બપોરે 2 કલાકે તેઓ બોલપુરમાં સ્ટેડિયમ રોડ સ્થિત હનુમાન મંદિરથી બોલપુરના સર્કલ સુધી રોડ શો કરશે. ત્યારબાદ 4.45 મિનિટે તેઓ મોહોર કુટિર રિસોર્ટમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ સાથે જ અહીં તેમનો 2 દિવસનો બંગાળનો પ્રવાસ પૂર્ણ કરશે.
અમિત શાહ 20 ડિસેમ્બરે સવારે 11 કલાકે વિશ્વભારતી વિદ્યાલય, શાંતિનિકેતનમાં એક બિન સરકારી કાર્યક્રમમાં ભાગ લેશે. અહીં રવિન્દ્ર ભવનમાં તેઓ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ મીડિયા સાથે વાત કરી અને બાદમાં વિશ્વ વિદ્યાલયના સંગીત ભવન આવશે. બપોરે 12 કલાકે અહીંથી બાંગ્લાદેશ ભવન સભાગારમાં સંબોધન કરશે અને અહીંથી બીરભૂમ માટે રવાના થશે.