///

આજે રાજ્યભરમાં ઈન્ટર્ન તબીબોની હડતાળનો ત્રીજો દિવસ

આજે ઈન્ટર્ન તબીબોની હડતાળનો ત્રીજો દિવસ છે. ત્યારે તેમના દ્વારા સ્ટાઈપેન્ડ વધરવાની માગ કરવામાં આવી રહી છે. તો આ હડતાળ અંગે નીતિન પટેલની ચેતવણી આપ્યા બાદ પણ ઈન્ટર્ન તબીબો પોતાની માંગ પર અડગ છે. પોતાની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ઈન્ટર્ન તબીબોની હડતાળ યથાવત રહેશે.

ત્યારે આજે સતત ત્રીજા દિવસે સુરતમાં ઈન્ટર્ન ડૉક્ટરોની હડતાળ યથાવત છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઈન્ટર્ન તબીબોએ ધરણા કર્યા છે. જેમાં સ્ટાઈપેન્ડ વધારવા સહિતની માંગ પર ડોક્ટર્સ અડગ છે. રાજ્યભરમાં ઈન્ટર્ન તબીબોની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત છે. અમદાવાદની બી.જે.મેડિકલમાં તબીબોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી વિરોધ દર્શાવ્યો છે.

નોંધનીય છે કે, ઇન્ટર્ન ડોક્ટરની હડતાળને નીતિન પટેલે અયોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રજા, સરકાર અને દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવાની પ્રવૃતિ ચલાવવામાં આવશે નહીં. ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ બિનશરતી પાછી ખેંચે અને સેવામાં લાગે. કામગીરીની સમીક્ષા કરી સ્ટાઈપેન્ડ વધારા અંગે વિચાર કરાશે. જે વિદ્યાર્થીઓ હડતાલ પાછી નહીં ખેંચે તેની સામે પગલા ભરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.