///

આજે ફરી એકવાર અંતરિક્ષની દુનિયામાં ISRO રચશે ઈતિહાસ

આજે ઈસરો ફરી એકવાર અંતરિક્ષની દુનિયામાં ઈતિહાસ રચશે. સાથે ઈસરો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. જેનું કાઉન્ટડાઉન હજુ પણ ચાલુ જ છે. આજે ઇસરો ફરી અંતરિક્ષમાં પોતાનો પરચમ લહેરાવશે. આજે બપોરે 3 વાગ્યાને 2 મિનિટ પર ઇસરોના યાન PSLV-C49ને 10 ઉપગ્રહો સાથે લોન્ચ કરવામાં આવશે.

આજે જે ઉપગ્રહોનું લોન્ચિંગ છે તેમાં ભારતનો એક અને 9 આંતરરાષ્ટ્રીય વિદેશી ઉપગ્રહ છે. તેમાં ભારતનો EOS-01 લિથુઆનિયાના એક ટેક્નોલોજી ડેમસ્ટ્રેટર, લલ્સમબર્ગના ચાર મેરીટાઇમ એપ્લિકેશન સેટેલાઇટ અને અમેરિકાના ચાર લેમુર મલ્ટી મિશન રિમોટ સેંસિંગ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે.

આ તમામ ઉપગ્રહોને લોન્ચ કરવાનું કાઉન્ટ ડાઉન શુક્રવારે બપોરે શરૂ થયું હતું. ત્યારે શનિવારે સાંજે 3 વાગ્યાને 2 મિનિટ પર એકસાથે તમામ સેટેલાઇટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આજે લોન્ચ થનાર એકમાત્ર ભારતીય સેટેલાઇટ દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

આજની લોન્ચિંગ એ આ વર્ષેની પહેલી લોન્ચિંગ છે. ત્યારબાદ આગામી મહિને ડિસેમ્બરમાં ઇસરો GSAT-12R કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. જેને PSLV-C50 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. ત્યારે આજનો દિવસ ઇસરોની ગૌરવશાળી પરંપરામાં આગળ વધારવા તરફ એક પગલું છે.

Leave a Reply

Your email address will not be published.