/////

આજે મનસુખ માંડવીયા લીંબડી ખાતે સભા સંબોધશે

ભાજપના કેન્દ્રીય તેમજ રાજ્યના નેતાઓ અને પ્રધાનો દ્વારા આગામી પેટા ચૂંટણી અન્વયે રાજ્યની આઠે-આઠ બેઠકો પર સાતત્યપૂર્ણ અને ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. જેને પેટાચૂંટણીમાં સમાવિષ્ટ આઠેય વિધાનસભા વિસ્તારની જનતા જનાર્દન દ્વારા મળી રહેલા પ્રચંડ જન સમર્થન અને ભવ્ય પ્રતિસાદ પરથી એ વાત સુનિશ્વિત થઈ ચૂકી છે કે, ભાજપના આઠે-આઠ ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી બનશે.

આ પેટા ચૂંટણીના સંદર્ભમાં યોજાઈ રહેલા ચૂંટણી પ્રવાસની શ્રેણીમાં આજે કેન્દ્રીયપ્રધાન મનસુખભાઈ માંડવીયા લીંબડી વિધાનસભા સીટના ભાજપ ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં બપોરે 3:00 કલાકે સાર્વજનિક સરકારી હાઈસ્કૂલ, સાયલા ખાતે જાહેરસભાને સંબોધશે. ત્યારબાદ સાંજે 5:00 કલાકે પટેલ સમાજની વાડી, સાયલા ખાતે લીંબડી વિધાનસભા ક્ષેત્રના પાટીદાર અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

Leave a Reply

Your email address will not be published.