///

આજે સોનાની ચમક વધી તો ચાંદીમાં થયો ઘટાડો, જાણો નવો ભાવ

આજે ભારતીય બજારોમાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. જ્યારે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે એમસીએક્સ પર સોનામાં 0.04 ટકા જેટલી તેજી સાથે ભાવ 48,324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. જ્યારે ચાંદી 0.61 ટકાના ઘટાડા સાથે 72,749 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ત્યારે મહત્વનું છે કે, સોનું રોકોર્ડ લેવલ કરતા હજી પણ નીચું છે.

નિષ્ણાતનું માનવું છે કે, સોનાના ભાવમાં આગામી સમયમાં તેજી આવી શકે છે. ઓગસ્ટ 2020માં સોનાના ભાવ 56,200 સુધી જઈ શકે છે. તથા લગ્ન સિઝનમાં સોનાનો ભાવ ફરીએકવાર 52,000 પ્રતિ 10 ગ્રામ થઇ શકે છે.

બુધવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 0.04 ટકાના વધારા સાથે 48,324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે એમસીએક્સ પર ચાંદીની કિંમતોમાં 0.61 ટકાન ઘટાડા સાથે 72,749 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર ટ્રેડ કરી રહ્યું છે.

સોનાની શુદ્ધતા ચેક કરવા માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS care app’ની ગ્રાહકો સોનાની શુદ્ધતાની માહિતી મેળવી શકે છે. આ એપની મદદથી સોનાના શુદ્ધતાની તપાસ સિવાય તમે તેના સાથે જોડાયેલી ફરિયાદ પણ કરી શકો છો.

સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published.