//

ફાઇનલમાં પહોંચવા માટે આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર

પ્લેયઓફની બીજી ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ફાઇનલમાં 10 નવેમ્બરે મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ ડેવિડ વોર્નરની કેપ્ટન્સીમાં એક વખત IPLનો ખિતાબ જીતી ચુકી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટ જીતવાના પ્રયાસ સાથે મેદાનમાં ઉતરશે. સાંજે 7:30 કલાકથી મેચ રમાશે.

અબુધાબીમાં શુક્રવારે રમાયેલા એલીમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને છ વિકેટે હરાવીને ક્વોલિફાયર-2માં પહોચી છે જ્યારે દિલ્હી કેપિટલ્સનો મુંબઇ ઇન્ડિયન્સ સામે પરાજય થયો હતો.

હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર અત્યાર સુધી આ સીઝનમાં 15 મેચમાં 546 રન બનાવી ચુક્યો છે. દિલ્હી કેપિટલ્સનો શિખર ધવન પણ 2 સદીની મદદથી 15 મેચમાં 525 રન બનાવી ચુક્યો છે.

સંભવિત ટીમ

દિલ્હી કેપિટલ્સ: શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમેયર, રિષભ પંત (વિકેટકીપર), આર.અશ્વિન, અક્ષર પટેલ, કાગિસો રબાડા, નોર્ખિયા

સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નર (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, મનિષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, જેસન હોલ્ડર, અબ્દુલ શમદ, રાશિદ ખાન, શાહબાજ નદીમ, સંદીપ શર્મા, ટી. નટરાજન

Leave a Reply

Your email address will not be published.