/

કોરોનાના કકળાટ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા આ રાહતના સમાચાર

કોરોના વાઇરસને લઈ શાળા કોલેજો બંધ છે ત્યારે આજે રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. સિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી. આ વર્ષે જૂનથી જ નવ સત્ર શરૂ થશે. રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારે આજે રાત્રે પ્રેસનોટ જાહેર કરી કહ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ધોરણ એક થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં પ્રમોશન આપવામાં આવશે, તેવા અહેવાલો પ્રસાર માધ્યમોમાં પ્રસારિત થઇ રહ્યા છે તે અંગે સ્પષ્ટતા સાથે જણાવવાનું કે હાલના તબક્કે આ સમગ્ર બાબત વિચારણા હેઠળ છે પરંતુ કોઇ નિર્ણય લેવાયો નથી. આ સમગ્ર બાબતે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના અને શિક્ષણ ના વિશાળ હિતમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેના તમામ પાસાઓને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ શિક્ષણ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.