//

એશિયાના 5 બેસ્ટ રિસોર્ટ્સઃ ભારતના 2 રિસોર્ટ્સ પણ છે સામેલ, જાણો એક રાતનો શું છે ભાવ

આ યાદીમાં ગોવાના જ અહિલ્યા બાઈ ધ સી રિસોર્ટને પણ સ્થાન મળેલું છે. દરિયા કિનારાને અડીને આવેલો આ રિસોર્ટ તમને વિદેશમાં રજા માણતા હોવ તેવો અનુભવ કરાવશે.

ટ્રાવેલ મેગેઝિન કોન્ડ નાસ્ટે રીડર્સ ચોઈસ એવોર્ડ 2021 માટે એશિયાના બેસ્ટ રિસોર્ટ્સનું લિસ્ટ જાહેર કર્યું છે. કસ્ટમર સર્વિસના આધાર પર આ રિસોર્ટ્સની રેન્કિંગ નક્કી કરવામાં આવી છે. તેમાં ટોપ-20માં ભારતના 2 રિસોર્ટનો પણ સમાવેશ થાય છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ ભૂતાનના સિક્સ સેન્સિસ રિસોર્ટનું છે જેને સૌથી વધારે 99.38 સ્કોર મળ્યા છે. તેમાં 82 રૂમ અને વિલા છે અને આ રિસોર્ટમાં તમને ભૂતાનની સંસ્કૃતિની અસલી ઝલક જોવા મળશે. તેના રૂમની બાલકનીઓમાંથી હિમાલયની ચોટીઓ જોવા મળશે. દિલ્હી અને કોલકાતાથી ફ્લાઈટ લઈને સીધું ભૂતાન પહોંચી શકાય છે. આ રિસોર્ટમાં 2 લોકોનું એક રાત રોકાવાનું ભાડું આશરે 1 લાખ 10 હજાર રૂપિયા થશે.

તે સિવાય 99.32 સ્કોર સાથે ભૂતાનનું જ કોમો રિસોર્ટ બીજા સ્થાને છે. પારો વૈલી ખાતે બનેલા આ રિસોર્ટમાં 29 લક્ઝરી રૂમ છે અને તેમાં યોગથી લઈને હિમાલય કેમ્પિંગ એડવેન્ચર્સની મજા માણી શકાય છે. તેની ઈવેન્ટ એન્ડ મીટિંગ સ્પેસ પણ કમાલની છે. તે ખૂબ જ ફેમસ હોવાથી બુકિંગ સરળતાથી નથી મળતું. તેનું એક રાતનું ભાડું આશરે 38 હજાર રૂપિયા છે અને 1.5થી 2 મહિના પહેલા બુકિંગ કરાવવું જરૂરી છે.

કમ્બોડિયાનું શિંતા મણી વાઈલ્ડ રિસોર્ટ 99.03 સ્કોર સાથે ત્રીજા ક્રમે છે. ગાઢ જંગલ અને ખુબસૂરત વાદીઓનું આકર્ષણ તમને પાછા જવાની ઈચ્છા જ નહીં થવા દે. જંગલો વચ્ચે બનેલા ટેન્ટ હાઉસ, સ્પેશિયલ મસાજ, સ્વીમિંગ પુલ, માઉન્ટેન બાઈકિંગ, પાણી પર ચાલતી બોટની સવારી અને જીપ લાઈનિંગ જેવી તમામ એક્ટિવિટી તમને લલચાવશે. તેના વાઈલ્ડ ટેન્ટ હાઉસમાં એક રાત રોકાવાનું ભાડું 1.5 લાખ રૂપિયા કરતા પણ વધારે છે. તેમાં તમને અનેક પ્રકારની એક્ટિવિટીઝ અને ભોજનની સુવિધા મળશે.

ગોવાના બેનોલિમ બીચ પર આવેલા તાજ એક્સોટિકા રિસોર્ટ એન્ડ સ્પાને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. તેમાં આઉટડોર પુલ, પ્રાઈવેટ બીચ, સ્પા, ટેનિસ કોર્ટ અને ગોલ્ફિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. તેના રૂમની બાલકનીઓમાંથી ખુબસૂરત ગાર્ડનનો નજારો જોવા મળશે. તેના ગાર્ડન વ્યૂ રૂમમાં એક રાત રોકાવાનું ભાડું આશરે 23.5 હજાર રૂપિયા છે.

આ યાદીમાં ગોવાના જ અહિલ્યા બાઈ ધ સી રિસોર્ટને પણ સ્થાન મળેલું છે. દરિયા કિનારાને અડીને આવેલો આ રિસોર્ટ તમને વિદેશમાં રજા માણતા હોવ તેવો અનુભવ કરાવશે. ખુબસૂરત ગાર્ડન, સ્પા, પુલ, આર્ટ ગેલેરી અને અલ ફ્રેસ્કો ડાઈનિંગ રિસોર્ટને ખાસ બનાવે છે. આ લાજવાબ રિસોર્ટમાં એક રાત વિતાવવા માટે આશરે 15 હજાર રૂપિયા ખર્ચવા પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.