//

અસામાજીક તત્વોનો ત્રાસ, આશા વર્કર બહેનો સાથે કર્યું ગેરવર્તણૂક વર્તન

ગીર સોમનાથના વેરવળમાં આવેલી અલીભાઈ વિસ્તારમાં આરોગ્યના કામગીરી કરતી આશાવર્કર બહેનો સાથે અસામાજિક તત્વો દ્વ્રારા ગેરવર્તણૂક વર્તન કરવામાં આવ્યું હતું. ચીન બાદ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના અજગરી ભરડામાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે ગુજરાતમાં તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની સૂચના અનુસાર જિલ્લાની આશા વર્કર બહેનોને તૈયાર કરવામાં આવી છે જે ઘરે ધરે જઈને લોકોને કોરોના વિશે જાગૃત્તા આપવાનું કાર્ય કરે છે. પંરતુ વેરાવળમાં અસામાજિક તત્વો દ્વ્રારા જુદા જુદા બે સ્થળોએ બહેનો સાથે બેહુદું વર્તન કરવામાં આવતા આરોગ્યતંત્ર રોષે ભરાયું છે. આશા વર્કર બહેનો દ્વ્રારા વિસ્તાર વાઈઝ બહારથી આવેલા લોકોનું સર્વે કરાઈ રહ્યો છે.. ત્યારે સર્વે કરવા ગયેલી બહેનો સાથે ટોળે વળેલા લોકો દ્વ્રારા કામગીરી અટકાવવા અને ધમકાવવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. તો કપરી પરિસ્થિતમાં આખો દિવસ પોતાના ઘર પરિવારથી દૂર અને જીવ જોખમમાં મૂકી સૂચનો અનુસાર કાર્ય કરતા આશા વર્કર બહેનો સાથે ગેરવર્તણૂક વર્તન થતા આરોગ્ય કર્મીઓમાં પણ નારાજગી જોવા મળી છે સાથેજ સમગ્ર ઘટનાન બાબતે વેરાવળ પોલીસને જાણ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.