/

વેપારીઓએ માણસાઈ નેવે મુક્કી, પશુઆહારમાં પણ ભાવ વધારો

કોરોના અસર- પશુઆહારના ભાવમાં 200થી 400 રૂપિયાનો વધારો સમગ્ર ગુજરાતમાં કોરોના ભરકી ગયો છે જેના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું છે.. જ્યારે તેની અસર ગ્રામય પંથકમાં પણ જોવા મળી રહી છે તો ગ્રામ્ય વિસ્તારમાં પશુઆહારમાં વધારો થતા પશુપાલકોની હાલત કફોડી બની છે.. સરકાર દ્વ્રારા પશુપાલન માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પશુઓ માટે લોન સહિતની સુવિધા સરકાર તરફથી આપવામાં આવે છે. પરંતુ પશુઓ માટે જરૂરી આહાર માટે વેપારીઓ દ્વારા વધારો લેવામાં આવતા પશુપાલકોની હાલત બગડવા લાગી છે.. વેપારીઓ ખોળ, કપાસિયા જેવા પશુ આહારના ભાવમાં 200થી 400 રૂપિયાનો વધારો લઈ રહ્યા છે.. વળી ખેડૂતોને પોતાના માલના પોષણક્ષમ ભાવો મળતા નથી અને વેપારીઓને ઓછા ભાવે મજબૂરીમાં માલ વેચવો પડે છે.

જેનો ફાયદો માત્ર દલાલ, મિલો અને વેપારીઓને જ મળે છે. જ્યારે પશુપાલકો બજારમાંથી પશુઓ માટે આહાર ખરીદવા જાય ત્યારે વેપારીઓ દ્વ્રારા નક્કી કરાયેલા ભાવ ચૂકવવા પડે છે જેના સીધી અસર પશુપાલકોના જન જીવન પર પડે છે ઉલ્લેખનીય છે કે પશુઓને આહારમાં ખોળ અને કપાસિયાના આપવાના કારણે દૂધની ક્વોલિટીમાં સુધારો થાય છે અને દૂધના વેચાણથી પશુપાલકોને ફાયદો થાય છે પરંતુ પશુ આહારના ભાવમાં વધારો થતા પશુ પાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.