///

સુરતના કોસંબા પાસે લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

સુરતમાં આવેલા કોસંબા પાસે મુંબઇથી અમદાવાદ જતી લક્ઝરી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કોસંબા પાસેના સાવા પાટીયા નજીક ખાનગી લક્ઝરી બસ તેમજ ખાનગી કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં બસ પલટી મારી ગઇ હતી. તો આ અકસ્માતમાં બસમાં સવાર ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.

જોકે થોડા સમય પહેલા ભરૂચના ઝઘડિયા તાલુકામાં પણ હિટ એન્ડ રનની ઘટના સર્જાતા ડમ્પરે 3 મહિલા અને 1 પુરુષને અડફેટે લેતા ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આ ઘટનાને પગલે ગ્રામજનોએ તે જગ્યાએ તાત્કાલિક સ્પીડ બ્રેકર્સ મૂકવાની માંગ પણ કરી હતી.

ત્યારે આજે સુરતના કોસંબા નજીક વધુ એક અકસ્માત લક્ઝરી બસ તેમજ કાર વચ્ચે સર્જાયો છે. જેમાં મળેલ માહિતી પ્રમાણે બસમાં મુસાફરી કરતા ચાર લોકોને ઈજા પહોંચી છે. સાથે જ તો આ અકસ્માત બાદ રસ્તા પર ભારે વાહનોની લાંબી લાઈનો લાગી જતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published.