///

વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રીજ પર ગમખ્વાર અકસ્માત, 10થી વધુના મોતની આશંકા

વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10થી વધુના મોત થયા હોવાની આશંકા છે અને 15થી વધુ લોક ઘાયલ થયા છે. જો કે હાલમાં મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી રહ્યાં છે. આ બનાવને લઇને મુખ્ય પ્રધાને ટ્વીટ કરી અને દુ:ખની લાગણી પ્રગટ કરી હતી.

આ તકે મુખ્ય પ્રધાને ટ્વીટ કરી જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો તરફથી સંવેદના વ્યક્ત કરૂ છું અને ઇજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરુ છું.

મળતી માહિતી મુજબ વડોદરાના વાઘોડિયા ચોકડીના બ્રીજ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાઘોડિયા ચોકડીના બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં 10થી વધુના મોત થયા હોવાની આશંકા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છેે.

આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં મૃતદેહને શહેરની સયાજી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યાં છે. પોલીસ અને પરિવારજનો હોસ્પિટલો ખાતે પહોંચ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.