કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવામાં તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. બસની સુવિધા સાથે સી પ્લેનની સુવિધા પણ ઉભી કરાઈ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરાશે. જી હા 691 કરોડના ખર્ચે 80 કિલોમીટરની રેલ્વે લાઈન અને રેલ્વે સ્ટેશન તૈયાર થશે.
કેવડિયાને પ્રવાસન તરીકે વિકસાવવા માટે સરકાર હવે રેલ્વે સેવા પણ શરૂ કરવા જઇ રહી છે. વડોદરાથી ડભોઈ 39 કિલોમીટરની લાઈન, તેમજ ડભોઈથી ચાંદોદ 18 કિલોમીટરનો ટ્રેક તૈયાર થઈ ગયો છે. ચાંદોદથી કેવડિયા 32 કિલો મીટરની રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે અને ડભોઈ અને કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે કેવડિયાના અદ્યતન રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ક્યાંય નહિં જોયું હોય તેવું કેવડિયાનું અદ્યતન સુવિધાથી સજ્જ ઈકો ફ્રેન્ડલી, વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સંચાલિત રેલવે ભવન કામ પૂર્ણતાના આરે છે.
આ રેલ્વેનું કામ આગામી 2 મહિનામાં પૂરું થશે અને રેલ્વે સેવા શરૂ થશે તેવુ ટિવટ કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું.
Train 🚆 to the iconic Statue of Unity very soon!
— Piyush Goyal (@PiyushGoyal) November 2, 2020
Under PM @NarendraModi ji's visionary leadership, Indian Railways will commission the Dabhoi-Chandod-Kevadiya Railway Project in next two months. This will connect Vadodara to Kevadiya, and further boost tourism in the region. pic.twitter.com/UsstHgGcRa
ઉલ્લખનિય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત 6 જૂન 2019 ના રોજ કરવામાં આવ્યું હતું.
જેને 31 ડિસેમ્બર 2020 પહેલાં પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે, 20 કરોડના ખર્ચે ભારતનું આધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવશે. જેમાં સ્ટેશનની છત પરથી 200 કિલોવોટ સુધી વીજ ઉત્પાદન થવાની સંભાવના છે. જેના માટે સોલાર પેનલો ગોઠવવામાં આવશે. કેવડિયા ખાતે અદ્યતન સુવિધા સજ્જ રેલવે ભવન બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી આગામી આવનારા 2020માં આ અદ્યતન સુવિધા સજ્જ રેલવે ભવન 2020માં પૂર્ણ થશે જે વિશાળ રેલવે ભવન, મોટું જંક્શન સાથે કર્મચારીઓનું સ્ટાફ ક્વાટર્સ, રેલવે મેન્ટેનન્સ વિભાગ સહિત વિભાગોના બિલ્ડીંગો બનાવવાની કામગીરી ચાલી રહી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કેવડિયા ખાતે બની રહેલા રેલવે ભવનમાં ચાંદોદથી સીધી લાઈન જોઈન્ટ થશે. આ રેલવે લાઈન દેશની તમામ રેલ સેવા સાથે જોડવામાં આવશે. ડભોઇથી ચાંદોદ સુધીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે દિવસ રાત કામ ચાલી રહ્યું છે.