///

આ લાંબા અંતરની ટ્રેનનાં સમયમાં આજથી થયો ફેરફાર

1 ડિસેમ્બર એટલે કે આજે મંગળવારથી અનેક ટ્રેનો જેમ કે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ વગેરેના ટાઈમિંગમાં ફેરફાર થયો છે. વેસ્ટર્ન રેલવેએ મુંબઈથી દોડતી કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના ટાઈમિંગમાં પણ ફેરફાર કર્યો છે. આ સાથે જ ભારતીય રેલવેએ 14 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની લોકોની ડિમાન્ડને જોતા આગળ પણ દોડાવવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત મુંબઇથી ઉપડતી અનેક ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 14 અન્ય ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને વધારાની સેવાઓ સાથે આગળ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોને 3 જાન્યુઆરી 2021 સુધી દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ મુંબઈથી ઝાંસી અને જબલપુર જનારી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની સેવાઓ આગળ પણ મળશે.

Leave a Reply

Your email address will not be published.