////

દેશમાં આગામી મહિનામાં બાળકોની વેક્સિનનું ટ્રાયલ થશે શરૂ, આ ફાર્મા કંપનીએ કર્યો દાવો

દેશમાં કોરોના વેક્સિનને લઇને ચાલી રહેલા મહાઅભિયાન વચ્ચે સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનને બનાવનાર કંપની ભારત બાયોટેકની જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર સુચિત્રા એલાએ કહ્યું કે ઘણા પડકારો છતાં કંપની ભારત સરકારને કરેલા પ્રોમીસને પુરૂ કરશે.

ભારત બાયોટેકના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કંપનીનું ફોકસ કોવેક્સિનના 1 અરબ ડોઝ પર છે. અમે અમારા 3 સેન્ટર્સ પરથી આટલા પ્રોડક્શનની આશા છે. વેક્સિનની આપૂર્તિને લઇને અમે ભારત સરકારને કરેલો વાયદો પુરો કરીશું.

કંપનીના મુખ્ય અધિકારીએ કહ્યું કે અમારી વેક્સિન એકદમ કારગર છે તેને બનાવવાની પ્રક્રિયા સરળ નથી. અમે તેને ઝીરો સેલ પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. ઉંડા રિસર્ચ બાદ પેટેંટ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પણ ખૂબ જટિલ છે એટલા માટે પેટેંટને ટ્રાન્સફર કરવી એટલે કે બીજા સાથે શેર કરવી સરળ નથી.

કંપનીની જોઇન્ટ એમડીએ કહ્યું કે બાળકો માટે કોવેક્સિનના ટ્રાયલની પરવાનગી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (Drug Controller General of India) પાસેથી મળી ગઇ છે. તેમને આશા છે કે બાળકો માટે વેક્સિનની ટ્રાયલ આગામી મહિને જૂનમાં શરૂ થઇ જશે. તો બીજી તરફ એ પણ કહેવામાં આવ્યું છે કે કોવેક્સિન ભારતમાં મળેલા ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ પર કાબૂ મેળવવામાં કારગર સાબિત થઇ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published.