////

અનોખી પરંપરા : મેઘરાજાને રીઝવવા આ ગામના પુરૂષો પગમાં ઘુંઘરૂ બાંધીને નાચગાન કરે છે

રાજ્યમાં ચોમાસાની પધરામણી તો થઈ ગઈ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ હજુ વરસ્યો નથી. એવામાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે ચાલુ વર્ષે વરસાદ ન પડતા નવસારીના વાંસદા તાલુકાના વાંગણ ગામે આદિવાસી પરંપરા મુજબ નારણદેવની પૂજા કરવામાં આવી છે. આદિવાસી સમાજમાં એવી માન્યતા છે કે, આ પૂજા કરવાથી વરસાદ આવે છે

નવસારી જિલ્લામાં આવેલા વાંસદા તાલુકામાં 9૦ ટકા વસ્તી આદિવાસી છે. ત્યારે આદિવાસી સમાજનો મુખ્ય ખેતી પર આધારિત છે. એવામાં ચોમાસાની સીઝન ચાલુ હોય તેમ છતાં વરસાદ ના આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે આદિવાસી સમાજમાં વરસાદ ન આવતા નારણદેવની પૂજા કરવાની પરંપરા છે.

વાંગણ ગામે પણ ગામલોકોએ ફાળો એકત્રિત કરીને નારણદેવની પૂજા કરવામાં આવી હતી. આદિવાસી સમાજમાં આ પૂજા વર્ષોથી બાપ દાદાના સમયથી કરવામાં આવતી હોય છે.

નારણદેવની પૂજા કરવાથી વરસાદ સારો આવવાની પણ આદિવાસીઓમાં માન્યતા છે. આ પૂજામાં માણસો પગમાં ઘૂઘરૂં બાંધીને નાચગાન કરે છે. તેમજ પુરુષો ધૂણતા પણ હોય છે.

આ નારણદેવની પૂજા રાત્રિના સમયમાં કરવામાં આવે છે. લગભગ 24 કલાક જેટલો સમય આ પૂજા ચાલુ રહે છે. ત્યારે આજે પણ આદિવાસીઓની પરંપરા ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત છે.

Leave a Reply

Your email address will not be published.