//

ધંધુકા નજીક ત્રિપલ અકસ્માત, 4ને ઇજા

રાજ્યમાં બુધવારનો દિવસ કપરો રહ્યોં હતો. જેમાં વધુ એક અકસ્માત સામે આવ્યો હતો. ધંધુકાથી બરવાળા તરફ પેટ્રોલ પંપ નજીક આવેલા નવા નાળા પર રોડની વચ્ચે આવેલા ખાડાને કારણે એક અકસ્માત સર્જાયો હતો.

આ ત્રિપલ અકસ્માતમાં આગળ જતી કાર ખાડામાં જતા પાછળ આવતી કાર ટકરાઇ હતી. જે બાદ તેની પાછળ આવી રહેલી કાર પણ ધડાકાભેર ટકરાઇ હતી. આ અકસ્માતમાં 4 લોકોને ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે ગઇકાલે જ રાજ્યમાં ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત નિપજ્યા હતાં. જેમાં વડોદરા હાઇવે પરના અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યાં હતાં જ્યારે 17 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત બીજો અકસ્માત સુરેન્દ્રનગર ખાતે થયો હતો, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં જે ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે ત્રીજો અકસ્માત સુરત હાઇવે પર બે બસ વચ્ચે સર્જાયો હતો, જેમાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.