////

GHMC Election Results 2020 : પેપર બેલેટ ખુલતા TRS આગળ

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (Greater Hyderabad Municipal Corporation) ચૂંટણી નું કાઉન્ટિંગ કડક સુરક્ષા વચ્ચે આજે સવારે 8 કલાકથી શરૂ થઈ ગયુ છે.

આ વચ્ચે 150 બેઠકો પર 1122 ઉમેદવારો મેદાનમાં હતાં. દેશના તમામ લોકોની નજર આજની આ નિગમની ચૂંટણીના પરિણામો પર છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ આ ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવી દીધુ હતું. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી વખતે જે ટ્રેન્ડ આવી રહ્યા હતાં તેમાં ભાજપને લીડ મળી હતી. પરંતુ ત્યારબાદ જેવા પેપર બેલેટની ગણતરી શરૂ થઈ કે ઉલટફેર જોવા મળ્યો.

હાલમાં ભાજપ 42, તેલંગણા રાષ્ટ્ર સમિતિ 64, AIMIM 30, કોંગ્રેસ 3 અને અન્ય 0 સાથે આગળ ચાલી રહી છે.

મહત્વનું છે કે આ વખતે 46.55 ટકા મતદાન થયું હતું. આ વચ્ચે 150 બેઠકો પર 1122 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાંથી ભાજપે 149 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. TRSએ તમામ બેઠક પર પોતાના ઉમેદવાર રાખ્યા હતાં. કોંગ્રેય 146 બેઠક પર જ્યારે AIMIMએ 51 બેઠક પર પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા હતાં. અન્ય પક્ષોમાંથી TDP 106, CPI 17, CPM 12, અપક્ષ 415 અને અન્ય પક્ષોએ 76 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.

શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. જેમા ભાજપને સારી લીડ મળતી જોવા મળી રહી છે. આ ચૂંટણીના પરિણામોમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM માટે પણ એક સવાલ છે. જ્યારે ભાજપ અહીં મોટો ઉલેટફેર કરવાની કોશિશમાં છે.

Leave a Reply

Your email address will not be published.