////

US Election Result : ટ્રમ્પે લગાવ્યો ડેમોક્રેટિક પાર્ટી પર વોટ ચોરીનો આક્ષેપ

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન બહુમતના આંકડાની નજીક છે અને ટ્રમ્પ હાલ પાછળ ચાલી રહ્યાં છે. જો કે હજુ અંતિમ પરિણામ આવવામાં લાંબો સમય લાગી શકે છે. આમ છતાં ટ્રમ્પ અને બિડેન સતત પોતા-પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે. એક તરફ જ્યાં ઈલેક્ટોરલ વોટમાં બાઈડેન 264 મતો સાથે આગળ ચાલી રહ્યાં છે.

તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ 214 ઈલેક્ટોરલ વોટ મળ્યાં છે. આ કાઉન્ટિંગ વચ્ચે ફરીથી વ્હાઈટ હાઉસથી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જીતનો દાવો કર્યો છે અને વિરોધીઓ પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, જો લીગલ વોટની ગણતરી કરવામાં આવે, તો હું ચૂંટણી જીતી જઈશ. વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, જો તમે લીગલ વોટ ગણશો, તો હું આરામથી જીતી રહ્યો છે. પરંતુ જો મેલ ઈન બૈલટસ્ વોટ ગણશો, તો ડેમોક્રેટ્સ જીત છીનવવાનો પ્રયત્ન કરી શકે છે. હું અગાઉ પણ અનેક મોટા રાજ્યોમાં મોટા અંતર સાથે જીતી ચૂક્યો છું.

તેમણે વધુમાં કહ્યું કે, મારું માનવું છે કે, અમે આ ચૂંટણી સરળતાથી જીતી જઈશું. જો કે અમારે કોર્ટના ધક્કા ખાવા પડશે, કારણ કે અમારી પાસે અનેક પુરાવા છે અને કદાચ તેનો અંત દેશની સૌથી મોટી અદાલતમાં થશે. હું અને બાઈડેન બન્ને જીતનો દાવો કરી રહ્યાં છીએ, પરંતુ મને લાગે છે કે આખરે જજોએ જ આ નિર્ણય લેવો પડશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ કેમ્પેનનું કહેવું છે કે, નેવાડા, વિસ્કૉન્સિન, જ્યોર્જિયા, પેન્સિલ્વેનિયા અને મિશિગનમાં પુન: મતગણતરી કરાવવામાં આવે. પ્રેસિડન્ટ ટ્રમ્પનો આરોપ છે કે, ચૂંટણીમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.