
અમેરિકાની ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાત આવ્યા હતાં. ગુજરાતમાં ટ્રમ્પનું શાહી સ્વાગત કર્યુ હતું. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્વ મોદી તેમજ ગુજરાતનાં મુખ્ય પ્રધાન વિજય રૃપાણી નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલ સહિતના કોર્પોરેશનના તેમજ મોટા નેતાઓએ ટ્રમ્પની તથા તેનાં પરિવારજનોની ભવ્ય મહેમાનગતિ કરી હતી. ગુજરાતમાં અતિથિ દેવો ભવઃ ની જેમ ટ્રમ્પને કોઇ અગવડના ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. ટ્રમ્પના માનમાં મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલો નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટયા હતાં.
જો કે ટ્રમ્પની મહેમાનગતિ પાછળ થયેલા કરોડોના ખર્ચા હવે સરકારને લેખે લાગ્યા છે. ગુજરાતની મહેમાનગતિથી ટ્રમ્પ અત્યંત પ્રભાવિત થયા હતાં. તેમણે પોતાના ગુજરાત પ્રવાસનો ઉલ્લેખ અમેરિકાની રેલીમાં કરતા પીએમ નરેન્દ્વ મોદીના વખાણ કર્યા હતાં. અમેરિકામાં રિપબ્લીક પાર્ટીની રેલી યોજાઇ હતી. રેલીમાં ટ્રમ્પે ગુજરાત પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યુ હતું કે, ભારતમાં તેમના સ્વાગતમાં એક લાખ લોકો આવ્યા હતાં. પરંતુ આ રેલીમાં ઓછા છે. તમે માત્ર ૧૫ હજાર લોકો આવ્યા છેા. ભારતમાં ભીડ જોયા બાદ ઉત્સાહ આવવો મુશ્કેલ છે.