/

ભારત-અમેરિકાના બે વિરાટલોકતાંત્રિત પરંપરા એક મંચ પર : બે મહાન દેશોનું થશે ઐતિહાસિક મિલન

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા સાથે ગુજરાતમાં અમદાવાદ પ્રવાસ આવી રહ્યા છે. જેની તૈયારીઓમાં અમદાવાદને નવો રૂપ રંગ મળયો છે. ટ્રમ્પની મુલાકાત અંગે વિજય રૂપાણીએ ટ્રમ્પ-મોદીની અમદાવાદ મુલાકાત અંગે જણાવ્યું હતું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ વૉશિંગ્ટનથી સીધા અમદાવાદ આવી રહ્યાં છે. અહીં મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ૧ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ગુજરાત માટે ઐતિહાસિક રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્રભાઈ મોદીનાં ભવ્ય રોડ શોની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ટ્રમ્પની સ્વાગતામાં કોઈ પણ ચૂક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતી શૈલીમાં સ્વાગત કરાશે. એરક્રાફ્ટથી ૧૫૦ ફૂટ રેડ કાર્પેટની બંને બાજુ ૬ ગ્રૂપ પરંપરાગત ગુજરાતી નૃત્ય કરી સ્વાગત કરશે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, ૫૨ બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણા૩૩, ફુલ માંડવી અને જાગવાળી બહેનોના નૃત્યોની રજૂઆત ૧૧૬ કલાકારો કરશે. આ ઉપરાંત એરપોર્ટ પરના લોન એરિયામાં વિવિધ ૧૪ ગ્રૂપના ૨૫૬ કલાકારો પણ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના નૃત્યો રજૂ કરશે. ટ્રમ્પ એરક્રાફ્ટમાંથી બહાર આવશે કે તરત જ 19 કલાકારો શંખનાદ કરાશે. શંખનાદમાં પણ બ્રહ્મનાદનો ધ્વનિ રહેશે. બ્રહ્મનાદનો અર્થ થાય છે ઈશ્વરનો નાદ.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં દેશ-વિદેશની મોટીમોટી હસ્તીઓ પણ હાજર રહશે. એક અંદાજ મુજબ દેશ-વિદેશમાંથી ૫ હજાર જેટલા લોકો અમદાવાદનાં મહેમાન બનવાના છે. અમેરિકાથી ટ્મ્પની સાથે અનેક ડેલીગેશન આવી રહ્યાં છે. તો વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો-કલાકારોને પણ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોઘેરા મહેમાન બનવાના છે ત્યારે અમદાવાદ સોળે કલાએ સજી રહ્યું છે. અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. વિશ્વનાં બે મહાન રાજનેતાઓની મુલાકાતનું સાક્ષી અમદાવાદ બનવા જઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ ઐતિહાસિક અને અભૂતપૂર્વ બની રહેવાનો છે.

“નમસ્તે ટ્રમ્પ”નાં હોર્ડિંગ્સ ઠેર ઠેર લગાવવામાં આવ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને PM નરેન્દ્ર મોદીને આવકારતા “નમસ્તે ટ્રમ્પ”નાં હોર્ડિંગ્સ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે.  હોર્ડિંગ્સમાં ટ્રમ્પની સાથે મેલેનિયા ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી પણ જોવા માટે મળી રહ્યા છે. હોર્ડિંગ્સમાં બે પ્રતિભાશાળી વ્યક્તિત્વનું મિલન, બે વિરાટ લોકતાંત્રિક પરંપરા એક મંચ પર, એક ઐતિહાસિક પડાવ ભારત-અમેરિકા મૈત્રીનો, બે મહાન દેશોનું મિલન, મજબૂત નેૃતત્વ મજબૂત લોકતંત્ર, વિશ્વની સૌથી જૂની લોકશાહી મળશે વિશ્વની સૌથી મોટી લોકશાહીને, ભારત-અમેરિકા મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર.જેવા સ્લોગન જોવા માટે મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.