
દેશનાં વડાપ્રધાન નરેન્દ્વ મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા સાથે શહેરનાં ગાંધી આશ્રમની મુલાકાત લેવાનાં છે. જેને પગલે સેફ સુરેશ ખન્નાને આ મહાનુભાવો તેમજ વીવીઆઇપી મહેમાનોનાં જમવાની વ્યવસ્થાની જવાબદારી તેમણે સોંપવામાં આવી છે.ફોર્ચ્ચુન લેન્ડમાર્ક હોટલનાં સેફ પોતાના હાથની સ્વાદિષ્ટ ભોજન બનાવીને સ્વાદિષ્ટ ભોજનની મિજબાની કરાવશે. જેની વ્યવસ્થા ગાંધી આશ્રમ કરાવામાં આવી છે. જેને લઇને સેફ સુરેશ ખન્ના ગાંધી આશ્રમ પહોંચ્યા છે. જેની તૈયારીઓ ગાંધી આશ્રમ ખાતે કરશે. તેમજ મહાનુભાવો માટે વિશેષ સુવિધાઓ ગાંધી આશ્રમ ખાતે કરવામાં આવી છે.
મીડિયા સાથેની વાતચીતમાં સેફ સુરેશ ખન્નાએ જણાવ્યુ હતુ કે, મેનુમાં સ્થાનિક ગુજરાતી ખાણીપીણીની આઇટમો પિરસવામાં આવશે. જેમાં ખમણ, ગુજરાતની ફેમસ આદુ વાળી ચા, બ્રોકેલિન-કોર્ન સમોસા, આઇસ ટી, ગ્રીન ટી, અને મટિ ગ્રેન કુકિસ પિરસવામાં આવશે. હાલમાં આ પ્રકારની આઇટમોની મંજુરી આપી છે. જેની ખાસ ચિવટથી તૈયારીઓ ચાલુ છે.