//

ટ્રમ્પ મોદી ગાંધી એરપોર્ટથી રોડશો યોજી આશ્રમ જશે

આવતીકાલે ડોનાલ્ડ ટ્રેમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડશો કરી મોટેરા સ્ટેડિયમ સુધી જવાનાછે તેવી જાહેરાત કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે તેમાં ઘણી અસમન્જસ વચ્ચે પણ ગાંધી આશ્રમ ખાતેની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યોછે અને રોડશો વાળા માર્ગો પર સુરક્ષામાં વધારી દેવામાં આવ્યા છે.

અચાનક જ મોદી ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાતમાં ટ્રેમ્પ પરિવાર જશે કે કેમ તે એક સવાલ છે પરંતુ હાલતો રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગયેલીછે અને ગાંધી આશ્રમની સુરક્ષાની નિરીક્ષણ કરવા પહોંચી ગયેલછે સાથે સાથે રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓ પણ સમીક્ષા કરવા પહોંચ્યાછે જે રૂટ પરથી ટ્રમ્પ અને મોદી પસાર થવાનાછે અને આશ્રમ જવાનાછે તે આખા રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહયો છે.

બપોરે બે વાગ્યા બાદ સમગ્ર રૂટ પર રીહર્શલ કરવામાં આવશે અને કલાકોમાં જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આજે અચાનક જાહેરાત થતા તંત્રની કામગીરીમાં બમણો વધારો થયો છે  હાલ તો વહીવટી તંત્રના અધિકારીઓ અને સુરક્ષાની ગાડીઓ ગાંધી આશ્રમ અને રોડશોના રૂટ પર દોડવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published.