અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રટ જો બાઈડન વચ્ચે શુક્રવારના દિવસે છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટ કરવામાં આવી હતી. આ ડિબેટમાં ટ્રમ્પ દ્વારા ભારતને ગંદુ ગણાવવામાં આવ્યું હતું. જેમાં ટ્રમ્પે ક્લાઈમેટ ચેન્જ વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે, હવા ખરાબ કરવા માટે ચીન અને રશિયા દેશ જવાબદાર છે.
આપને જણાવી દઈએ કે, અમેરિકામાં નેશ્ચિલેમાં ત્રીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ શરૂ થઈ ગઈ છે. આ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ કેન્ડિડેટ જો બાઈડન સામે થયા છે. આ ડિબેટ કુલ 90 મિનિટની હોવાથી તેને 15-15 મિનિટના 6 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલી ડિબેટમાં ટ્રમ્પ અને બાઈડને ઘણીવાર એકબીજા સામે રોકટોક કરી હતી. જેના કારણે કમિશન ઓફ ડિબેટ દ્વારા આ વખતે મ્યૂટ બટનનો ઉપયાગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કોઈપણ એક વ્યક્તિ મોડરેટરના પ્રશ્નનો જવાબ આપી રહ્યો હશે ત્યારે બીજાનો માઈક્રોફોન બંધ રહેશે.
આ ઉપરાંત બીજી ડિબેટ 22 ઓક્ટોમ્બરના રોજ યોજાવાની હતી. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા. જેના કારણે સીપીડીએ તેને વર્ચ્યુઅલ ફોર્મમાં કરાવવાનું જણાવાયુ હતું. પરંતુ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ એ માટે તૈયાર નહોતા. અને ત્યારબાદ ડિબેટ રદ કરવામાં આવી હતી. ઉલ્લખનીય છે કે, રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે.