/////

મેઈલ-ઈન વોટની ચૂંટણીમાં થશે ગરબડ-ગોટાળા: ટ્રમ્પે આશંકા વ્યક્ત કરી

હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકી ચૂંટણીની નિષ્પક્ષતા સામે પ્રશ્ન ઉઠાવીને મેઈલ-ઈન મતો સામે આશંકા જતાવી હતી. ત્યારે 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને હવે એક સપ્તાહ બાકી રહ્યું છે, એવામાં 7 કરોડ અમેરિકનો તેમના મત આપી ચૂકયા છે. 2016માં મતદાન થયું હતું તેના અડધાથી વધુ મતદારો મત આપી ચૂકયા છે.

આ જોતા અમેરિકી પ્રમુખપદની ચૂંટણી માટે સદીનું ટકાવારીની દ્રષ્ટીએ સૌથી વધુ મતદાન થાય તેવી શકયતા છે. જાણકારોના જણાવ્યા મુજબ કોરોના વાયરસના ડરના કારણે લોકોએ મોટી સંખ્યામાં પહેલું મતદાન કર્યું છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, બે સપ્તાહ સુધી મતગણના કરવાના બદલે વિજેતા 3 નવેમ્બરે જાહેર થાય તો યોગ્ય અને ઘણું લાગું રહેશે. આટલી લાંબી મતગણતરી અયોગ્ય છે અને હું નથી માનતો કે આપણો કાયદો પણ ચાલું રહે છે. ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે મેઈલ-ઈન વોટની ચૂંટણીમાં ગરબડ ગોટાળા થશે. તે અવારનવાર ચૂંટણી પ્રક્રિયાની ટીકા કરી ચૂકયા છે. કેટલાકને ડર છે કે મતદાન મથકે અને મતગણતરી કેન્દ્રો પર હિંસા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.