/

ટ્રમ્પ હારી જવા છતા પણ હાર માનવા તૈયાર નથી, કહ્યું – સમય કહેશે હું પ્રમુખ છું કે નહીં

અમેરિકામાં ચૂંટણી પરિણામોના એક સપ્તાહ બાદ પણ પ્રમુખ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. તેમનું વલણ હજુ પણ પહેલા જેવુ જ યથાવત છે. રિઝલ્ટ બાદ પહેલી વાર ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સમય જ કહેશે કે હું પ્રમુખ છું કે નહીં.

આમ, તો શુક્રવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતનો મુદ્દો કોરોના વાઇરસનો હતો. પરંતુ ચૂંટણી પરિણામો અંગે પણ વાત થઇ હતી. આ તકે ટ્રમ્પે કહ્યું કે, આશા રાખું છું કે આગળ પણ બધુ સારુ થશે. પરંતુ એ કોઇ જાણતું નથી કે આગળ શું થશે? કયું એડમિનિસ્ટ્રેશન હશે. મને લાગે છે કે આ સવાલનો જવાબ સમય જ આપશે.

ટ્રમ્પ અને તેમની પ્રચાર ટીમે મતદાન અને વોટ કાઉન્ટિંગમાં ગોટાળા અંગે કેસ નોંધાવી દીધો હોવાથી ટ્રમ્પનો આજનો દાવો મહત્વનો મનાય છે. એ અલગ વાત છે કે તેમના વર્ચસ્વવાળા રાજ્ય એરિઝોનામાં પણ ટ્રમ્પ સામે બિડેન જીતી ગયા છે.

બિડેનના ઇલેક્ટ્રોલર વોટની સંખ્યા વધીને 290 થઇ ગઇ છે. હવે ટ્રમ્પ માટે જીતનો કોઇ અવકાશ રહ્યો નથી. છતાં તેઓ પરાજયને પચાવી શક્તા નથી.

અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ ગત સોમવારે કહ્યું હતું કે ટ્રમ્પ હજુ પ્રમુખ પદે રહેશે. આમ, તો 20 જાન્યુઆરી સુધી તેઓ પ્રમુખ છે જ. આગામી મહિને ઇલેક્ટ્રોલર કોલેજની મીટિંગ થશે. તે પહેલાં ટ્રમ્પે હાર સ્વીકારવી જ પડશે.

Leave a Reply

Your email address will not be published.