////

ગાંધી આશ્રમ પહોંચી ટ્રમ્પે શું કરી નોંધ : જાણો

આજે જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા અને ગાંધી આશ્રમની મુલાકાત લઇને સંતોષ જોવા મળયો હતો. ટ્રમ્પ પરિવારે ભારતનાં ભવ્યથી અતિ ભવ્ય વારસાની ઝલકને ઝીણવટભરી નિહારી હતી. મોદીએ ગાંધીજીના ૩ વાનરોને બતાવીને અને વાંનરો વિશેનો સારો ગાંધીજીએ આપેલો મેસેજ ટ્રમ્પને સમજાવ્યો હતો. ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન મોદી ગાઇડ બનીને ટ્રમ્પને ગાંધી આશ્રમમાં ફેરવીને માહિતગાર કરતા જોવા મળયા હતાં.  ગાંધી આશ્રમની મુલાકાતમાં ટ્રમ્પ અને મેલેનિયાએ ગાંધીજીનો ચરખો ચલાવ્યો હતો. અને આ ચરખો બાપુ કયાં કારણથી ચલાવતા હતા તે અંગે મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મન્નિયાને ગાઇડ કર્યા હતાં. 

Leave a Reply

Your email address will not be published.