//

સૌરાષ્ટ્રમાં કેહવત છે હું તું અને રતન્યો ટ્રમ્પ અભિવાદન સમિતિમાં કંઈક આવુંજ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએે ગુજરાત પ્રવાસે અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં આવી રહ્યા છે. ત્યારે ૨૧ ફેબ્રુઆરીની સાંજે સાડા ૩ કલાકનાં કાર્યકમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિની રચના થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પનાં અભિવાદનની બેઠકમાં સમિતિનાં સભ્યો સાંસદ ડો. કિરીટ સોલંકી, હસમુખ પટેલ, ગુજરાત યુનવર્સિટીનાં કુલપતિ હિમાંશુ પંડયા, બી.વી દોશી, ચેમ્બર્સ ઓફ કોમર્સનાં દુર્ગેશ બુચ, મેયર બિજલ પટેલ જેટલા સભ્યો હાજર હતાં. બિજલ પટેલને સમિતિના ચેરમેન બનાવ્યા હતાં. બેઠક ૧૦ મિનિટમાં પૂર્ણ થઇ હતી. ત્યારબાદ તમામ સભ્યો મોટેરા સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા હતાં. જયાં ચર્ચા વિચારણા કરીને તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતું. પરંતુ આ અંગે સમતિના કોઇ પણ સભ્ય કે બિજલ પટેલે મીડિયા સામે કોઇ પણ માહિતી આપી નથી.

આ બેઠકમાં સમિતિના સભ્ય તરીકે સ્ટેડિંગ કમિટીનાં ચેરમેન અમૂલ ભટ્ટ, પક્ષના નેતા અમિત શાહ તેમજ વિપક્ષ નેતા દિનેશ શર્મા જેવા ઉચ્ચ હોદ્દેદારોને બેઠકમાં સમાવેશ કરાયો નથી. આ બેઠક પરથી સ્પષ્ટ થઇ રહ્યુ છે કે, યુનિ તંત્ર દ્વારા નવા રસ્તાઓ, ફૂટપાથ નિર્માણ પાછળ કરાયેલો ૫૦ કરોડથી વધુનો ખર્ચ તંત્ર પોતે જ કરશે તેમજ સમગ્ર કાર્યકમમાં આયોજન પાછળ ૧૩૦થી વધુ કરોડનો ખર્ચો થવાનો છે. જેના કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. જેને લઇને ટ્રમ્પ પાછળ થતી મહેમાનગતિનો ખર્ચ ના બતાવવો પડે તે હેતુથી રાતોરાત સમિતિનું આયોજન કર્યુ હતું. અન્ય ખર્ચાઓને સમિતિના હિસાબમાં બતાવીને સમગ્ર આયોજનના ખર્ચને રફેદફે કરવા માટે સમિતિનું આયોજન કર્યુ છે. સમિતિમાં મેયર બીજલ પટેલ ટ્રમ્પનું સ્વાગત કયાં અને કેવી રીતે કરશે તેનું આયોજન કર્યુ નથી કે સમિતિના અન્ય સભ્યો પણ શું કામગીરી કરશે તેની પણ સ્પષ્ટતા થઇ નથી.

Leave a Reply

Your email address will not be published.