આગામી ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સહિત ભારતની મહેમાગતિ માણવા ભારત પ્રવાસે આવી રહ્યા છે. જેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ પર U.S એરફોર્સનાં એરક્રાફટનું આગમન થયું છે. જેમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમના પત્નીની સુરક્ષા માટેનાં સાધનો, સુરક્ષા ઇકિવપમેન્ટ અને સિકેટ સર્વિસ એજન્સીના ઓફિસરો પણ આવ્યા છે. અમેરિકાથી આવેલું વિમાનનું નામ ગ્લોબ માસ્તર-૦૩ છે.

શું છે આ વિમાનની વિશેષતાઓ :-
૧. અમેરિકાના ચાલ્સ સ્ટોન એરબેઝથી પ્લેન આવ્યું છે.
૨. પેસેન્જરો માટે કાર્ગોમાટે, મિલેટ્રી સાધનો માટે, એરો મેડિકલ સાધનો માટે આ પ્લેનનો ઉપયોગ થાય છે.
૩. ગ્લોબ માસ્તર-૦૩ નામના વિમાનમાં ૬૦૦ ટનથી વધુનો સામાન લાવી શકાય છએ.
૪. આ પ્લેન સિંગલ પાઇલટ વડે ચાલી શકે છે અને એક જ વખત એટલાન્ટિક દરિયો પાર કરી શકે છે.
૫. આ પ્લેન અમેરિકન સરકારના કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
૬. વિશ્વ યુદ્વ-૦૨ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
૭. વિમાનને ફરી શરૂ કરવા માટે ૩૦ મિલિયન યુ.એસ ડોલરનો ખર્ચો થયો હતો.
ગ્લોબ માસ્ટર-૦૩ નામનું પ્લેન ૩૫૦૦ ફુટ (૧૦૬૪ મીટર) લાંબા અને માત્ર ૯૦ ફુટ (૨૭.૪ મીટર) પહોળા વન વે પરથી ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. આ ગ્લોબ માસ્ટર-૦૩ વિમાનની પાંખોનો ફેલાવો -૧૬૯.૧૦ ઇંચ (૫૧.૭૫ મીટર), વિમાનની ઉંચાઇ-૫૫.૦૧ ફુટ (૧૬.૭૯ મીટર), વિમાનની લંબાઇ- ૧૭૪.૦૦ફુટ (૫૩.૦૦મીટર), વિમાનની ઝડપ- ૮૦૦ કિમી પ્રતિ કલાક, વિમાનની લંબાઇ-૮૮ ફુટ (૨૬.૮૨ મીટર), વિમાનની પહોળાઇ- ૧૮ ફુટ(૫.૪૮ મીટર), છે.