////

નમસ્તે ટ્રમ્પ : આંતકવાદ સામે લડવાનો લલકાર , મોટેરા સ્ટેડિયમ બન્યું સાક્ષી

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની ફર્સ્ટ મેલેનિયા ભારતમાં મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યકમનું સંબોધન કર્યુ હતું. તેમણે ગાંધીઆશ્રમની પણ મુલાકાત લીધી હતી. બાદમાં રોડ શો કરીને મોટેરા સ્ટેડિયમ નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદી વિશે ટ્રમ્પે ભાષણ આપ્યુ હતું.અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમ ખાતે સંબોધતાં કહ્યુ કે, પીએમ મોદી સાચા ચેમ્પિયન છે.નરેન્દ્વ મોદી ગુજરાતનું ગૌરવ છે. તમે સાબિત કરી બતાવ્યુ કે સખત મહેનત અને જુસ્સાથી ભારતીયો ધારે તે સફળતા હાંસિલ કરી શકે છે. પીએમ મોદી નાના હતા, તેઓ ચાની દુકાન પર કામ કરતા હતા, તે ખૂબજ મજબુત વ્યકિત છે. ભારતની વિવિધતા જબરજસ્ત છે. અહીં લોકો પ્રબળ ઇચ્છા ધરાવે છે. અમેરિકા ભારતનો ખાસ મિત્ર રહેશે. ભારત પૃથ્વી પરનું શ્રેષ્ઠ સ્થાન છે. વડાપ્રધાન મોદી મહાન છે, દરેક વ્યકિત તેમને પ્રેમ કરે છે.

આજે ભારતનાં તમામ ગામોમાં વીજળી પહોંચી ગઇ છે. દુનિયાનો સૌથી મોટો મધ્યવર્ગ ભારતમાં છે.  ભારતની વૃદ્વિ લોકશાહી અને શાંતિ પર આધારિત છે. અમેરિકાના મધ્યમાં ભારતનું વિશેષ સ્થાન છે. ભારતની એકતા વિશ્વ માટે પ્રેરણા છે. યુ.એસ.માં રહીને ભારતીય લોકો સારુ કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી ખૂબજ સફળ નેતા છે, ભારતની વિવિધતા અભૂતપૂર્વ છે. અમેરિકાને તમે ભારતમાં જે યોગદાન આપ્યુ છે તેના માટે ભારતનો આભાર માનું છું. મોદીનાં નેતૃત્વ હેઠળ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.મોદીનાં નેૃતૃત્વમાં આગામી ૧૦ વર્ષમાં દેશમાંથી ગરીબી દૂર થશે તેવો મને વિશ્વાસ છે. અહીં દર મિનિટ ૧૨ લોકો ગરીબીમાંથી બહાર આવે છે અને મોટા ભાગનાં ઘરમાં ગેસ પર જમવાનું બનાવવામાં આવી રહ્યુ છે.

તેના કારણે દેશ બદલાઇ રહ્યો છે.  ભારતે દેશભકત સરદાર પટેલની પ્રતિભા બનાવને એક મોર્ડલ બનાવ્યુ છે. અમેરિકામાં વસતા દરેક ચોથા ભારતીય ગુજરાતનાં છે. ભારત-યુ.એસ અર્થતંત્રમાં તેજી આવે છે. આપણી અર્થ વ્યવસ્થા ખૂબ મજબુત છે. ભારતને વિમાન આપવા માટે તેઓ કટ્ટરવાદ સામે મળીને કામ કરશે. આપણે બંને આંતકવાદ સામે મળીને કામ કરીશું. ભારત સાથે અમે ૩ બિલિયન ડોલરનાં શસ્ત્ર સાધનોના એમઓયુ કરવામાં આવશે. વિમાન સોંપશે તેનાથી સંરક્ષણ સહયોગ વધુ મજબુત બનશે. કટ્ટરપંથી ઇસ્લામિક આંતકવાદનો અંત લાવશે. પાકિસ્તાને આંતકવાદને કાબુમાં લેવો પડશે. ભારત અને અમેરિકા એકબીજાના સૌથી મોટા નિકાસકારો છે. ભારત હંમેશા જ્ઞાનનો ભંડાર છે. અવકાશમાં સફળતા માટે ભારતને અભિનંદન, ભવિષ્યમાં ભાગતની નામના વધશે. પી.એમ મોદીનો આભાર, ભારતમાં વસતા તમામ લોકોને તેમના ઇતિહાસ પર ગર્વ છે.

ટ્રમ્પે તેમના ભાષણમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે બોલિવુડ ફિલ્મ DDLJ અને મહાન કિકેટર સચીન તેંડુલકરને યાદ કર્યા હતાં. ઉપંરાત વિરાટ કોહલીને પણ યાદ કર્યા હતાં. સાથે જ તેમને તાજમહેલ જોવા જવાનો હોવાનું પણ જણાવ્યુ હતું. અને ગાંધીજીની દાંડીયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ બોલિવુડની ફિલ્મોમાં રચનાત્મકતા દેખાય છે. રંગોનો તહેવાર હોળી અને દીવાળીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાષણમાં ટ્રમ્પે છેલ્લે ભારત અને અમેરિકા બજાર એકબીજા માટે છે. આજનું મોર્ડલ ઇન્દિયા છે. દરેક ભારતીયને કયુ છું. લવ યુ ઇન્ડિયા

Leave a Reply

Your email address will not be published.